Taarak Mehta Ka Ooltah Chashmah Monika Bhadoriya says Goodbye To The Show After 6 Years
ટેલિવૂડ /
તારક મહેતા...ને વધુ એક ઝટકો, ઓછી ફી મળવાના કારણે હવે આ એક્ટ્રેસે પણ છોડ્યો શો
Team VTV02:30 PM, 22 Nov 19
| Updated: 02:31 PM, 22 Nov 19
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ખાસ ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ પણ હવે સિરિયલને અલવિદા કહી દીધું છે. તે છેલ્લા 6 વર્ષથી શો સાથે જોડાયેલી હતી. દર્શકોમાં તેના કેટલાક ડાયલોગ પણ ફેમસ બની ચૂક્યા હતા. પરંતુ હાલમાં પૂરતો સ્કોપ નહીં મળવાના કારણે અને પૂરતો હાઈક ન મળવાના કારણે તેણે શો છોડી દીધો છે.
તારક મહેતા...ને વધુ એક ઝટકો
આ એક્ટ્રેસે પણ છોડ્યો શો
ઓછી ફી મળતી હોવાનું આપ્યું કારણ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લગભગ એક દશકથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. શો ટીઆરપી લિસ્ટમાં પણ ટોપમાં છે. આટલા સમયમાં શોમાં અનેક કેરેક્ટર્સ રજૂ કરવામાં આવ્યા. અનેક લોકો શો છોડીને ગયા. પહેલાં ટપ્પૂનો રોલ કરનારા ભવ્ય ગાંધીએ શો છોડ્યો, ત્યારબાદ નિધિ ભાનુશાળીએ શો છોડ્યો. પછી દિશા વાકાણી શોમાંથી લાંબા સમયથી ગાયબ છે. હવે શોને ફરી એક ઝટકો લાગી ચૂક્યો છે.
આ રોલમાં આવશે બદલાવ
શોમાં બાવરીનો રોલ કરનારી એક્ટ્રેસ મોનિકા ભદોરિયએ પણ શો છોડી દીધો છે. સ્પોટ બોયના આધારે મોનિકા પોતાના પે સ્કેલથી ખુશ નથી. તેણે મેકર્સની પાસે હાઈક માંગ્યો હતો પણ વાત બની નહીં. આખરે તેણે શો છોડી દીધો. એક્ટ્રેસે પણ આ વાતને કબૂલી છે.
આ કારણે મોનિકાએ છોડી દીધો શો
શોમાં પોતાની જર્નીને વિશે વાત કરતાં કહ્યું કે શો અને કેરેક્ટર નિશ્ચિત રીતે મારા દિલની નજીક છે. હું એક સારા સ્કેલની શોધમાં હતી પરંતુ મને પૂરતો સ્કોપ મળ્યો નહીં. ખરેખર તો શોમાં પાછા આવવામાં મને કોઈ તકલીફ નથી. જો તેઓ મને સારો પે સ્કેલ આપશે તો મને શોમાં ફરીથી કામ કરવામાં વાંધો નથી. પરંતુ મને લાગતું નથી કે તે શક્ય છે. તેથી હાલમાં હું શોનો ભાગ નથી.
આટલા લાંબા સમયથી જોડાયેલી હતી શો સાથે
મોનિકા શો સાથે 6 વર્ષથી જોડાયેલી હતી. તેઓએ પોતાનો છેલ્લો એપિસોડ 20 ઓક્ટોબરે શૂટ કર્યો હતો. શોમાં તેમનું કેરેક્ટર મનોરંજન આપનારું હતું. તેમનું વારેઘડી હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઈ લોકોને ખૂબ હસાવતું હતું. જેઠાલાલના નવા નવા નામ રાખવા અને લોકોને હેરાન કરવાનું લોકોને પસંદ આવતું હતું. શોમાં બાવરી અને બાધાને રોમાંસ પણ કી પોઈન્ટ હતું. ઉલ્લેખનીય છે કે મોનિકાએ આ શોથી પોતાનું ટીવી ડેબ્યૂ કર્યું હતું.