બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / t20 world cup chris gayle wicket celebration with mitchell marsh

ક્રિકેટ / VIDEO: પોતાની 'છેલ્લી' બોલ પર વિકેટ મળતા ઝૂમી ઉઠ્યો ક્રિસ ગેલ, બેટરનાં ખભા પર ચડી મનાવ્યું જશ્ન

ParthB

Last Updated: 12:27 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં શનિવારે સાંજે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચ વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે ખૂબ જ ખાસ હતી. કારણ કે આ મેચ ડ્વેન બ્રાવોની છેલ્લી મેચ હતી.

 

  • ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચમાં એક રમુજી ઘટના બની
  • ક્રિસ ગેલ માટે આ સેલિબ્રેશન ખૂબ જ ખાસ હતું. 
  • ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની સફર પૂરી થઈ ગઈ 

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચમાં એક રમુજી ઘટના બની

શનિવારે રાત્રે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચમાં એક રમુજી ઘટના બની. જ્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર એક રનની જરૂર હતી ત્યારે 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલે વિકેટ લીધી હતી. વિકેટ મળવાની ખુશીમાં તે સીધો જ આઉટ થયેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મિચેલ માર્શ પાસે ગયો. વિકેટ મેળવવાની આવી જશ્ન જોઈને મેદાન પર ઊભેલા ખેલાડીઓ, સ્ટેડિયમમાં હાજર દર્શકો અને કોમેન્ટેટર્સ હસવાનું રોકી શક્યા નહીં.

ક્રિસ ગેલ માટે આ સેલિબ્રેશન ખૂબ જ ખાસ હતું. 

ક્રિસ ગેલ માટે આ સેલિબ્રેશન ખૂબ જ ખાસ હતું. કારણ કે આ મેચ કદાચ તેનો છેલ્લો મુકાબલો હતો અને જે બોલ પર તેને વિકેટ મળી હતી તે કદાચ તેની કારકિર્દીનો છેલ્લો બોલ હતો. મેચના પ્રથમ દાવ દરમિયાન આઉટ થયા બાદ જ્યારે ગેલે બેટથી દર્શકોનું અભિવાદન કર્યું ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ગેલ આ મેચ બાદ સંન્યાસ લેશે. મેચ બાદ તેણે પોતાની જાતને સેમી રિટાયર્ડ હોવાનું પણ કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે હવે તે વેસ્ટ ઈન્ડિઝમાં તેની છેલ્લી મેચ રમીને ક્રિકેટને અલવિદા કહેવા માંગશે.

મેચમાં ક્રિસ ગેલ ફૂલ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. તેની ઓવર દરમિયાન, તે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરના ખિસ્સા તપાસી રહ્યો હતો.

ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની સફર પૂરી થઈ ગઈ 

ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની સફર પૂરી થઈ ગઈ છે. પાંચમાંથી ચાર મેચ હારીને ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આ વવર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝને બાંગ્લાદેશ સામે એકમાત્ર જીત મળી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ વેસ્ટ ઈન્ડિઝ માટે ખાસ હતી કારણ કે તે ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની છેલ્લી મેચ હતી, જોકે ટીમના ખેલાડીઓ બ્રાવોને વિજયી વિદાય આપી શક્યા ન હતા. 

ઓસ્ટ્રેલિયાએ માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે મેચમાં 157 રન બનાવ્યા હતાં. ગેઈલે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. પરંતુ તે 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પોલાર્ડ અને રસેલની ઈનિગ્સના કારણે વેસ્ટ ઈન્ડિઝ 150નો સ્કોર પાર કરી શક્યું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ડેવિડ વોર્નર અને મિચેલ માર્શની તોફાની ઈનિંગ્સ સામે વેસ્ટ ઈન્ડિઝના બોલરો ક્યાંય ટકી શક્યા ન હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ