બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / t20 world cup 2022 all 16 team names final zimbabwe netherlands qualify

T20 World Cup 2022 / T20 વર્લ્ડ કપ માટે તમામ 16 ટીમોના નામ ફાઇનલ, અમેરિકાનું સપનું તૂટ્યું, આ 2 ટીમોને મળી ટિકિટ

Hiren

Last Updated: 11:57 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને ICC પુરૂષ ટી20 વર્લ્ડ કપ ક્વોલીફાયર Bના પોતાના સેમીફાઇનલમાં ક્રમશઃ અમેરિકા અને પપુઆ ન્યૂ ગિનીને હરાવીને વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું.

  • ટી20 વર્લ્ડ કપ માટે તમામ 16 ટીમોના નામ ફાઇનલ
  • ઝિમ્બાબ્વે-નેધરલેન્ડે કર્યું ક્વોલિફાઈ
  • અમેરિકાનું ટી20 વર્લ્ડ કપ રમવાનું સપનું તૂટ્યું

T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લેનારી તમામ ટીમોનો નિર્ણય થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયન ધરતી પર થનારી આ ટૂર્નામેન્ટ માટે 14 ટીમોએ પહેલા જ પોતાનું સ્થાન બનાવી લીધું હતું. હવે નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેએ પણ ક્વાલિફાયર ટૂર્નામેન્ટ્સની ફાઇનલમાં પહોંચીને ટી20 વર્લ્ડ કપ 2022માં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.

અમેરિકા-પાપુઆ ન્યૂ ગિનીનું સપનું તૂટ્યું
ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી આ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ પહેલા સેમીફાઇનલમાં મહેમાન બનેલી ટીમે પાપુઆ ન્યૂ ગિનીને 27 રનોથી માત આપી. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં પાંચ વિકેટે 199 રમ બનાવ્યા હતા. જેના જવાબમાં પાપુઆ ન્યૂ ગિનીની ટીમ 8 વિકેટ પર 172 રન જ બનાવી શકી.

બીજી સેમીફાઇનલમાં નેધરલેન્ડએ સંયુક્ત રાજ્ય અમેરિકા(USA)ને 7 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા અમેરિકન ટીમ 138 રનો પર જ ફિંડળું વળી ગઈ. જેના જવાબમાં નેધરલેન્ડે એક ઓવર બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો.

ટી20 વર્લ્ડ કપની તમામ 16 ટીમો

  • સુપર - 12 : ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ.
  • રાઉન્ડ -1 : વેસ્ટઇન્ડીઝ, શ્રીલંકા, સ્કૉટલેન્ડ, નામીબિયા, આયર્લેન્ડ, સંયુક્ત અરબ અમીરાત, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ.

ઝિમ્બાબ્વે-નેધરલેન્ડે લીગ સ્ટેજમાં કર્યું ટૉપ
લીગ સ્ટેજમાં ઝિમ્બાબ્વેની ટીમે પોતાના ત્રણેય મુકાબલા જીતતા ગ્રુપ-એમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. ઝિમ્બાબ્વેએ અમેરિકાને 46 રન, સિંગાપુરે 111 અને જર્સીને 23 રને હરવ્યું. ત્યારે અમેરિકાની ટીમ 2 જીતની સાથે બીજા નંબર-2 પર રહીને સેમીફાઇનલમાં પહોંચ્યું હતું.

ત્યારે, ગ્રુપ-બીમાં નેધરલેન્ડ ત્રણેય મુકાબલો જીતીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. નેધરલેન્ડએ પાપુઆ ન્યૂ ગિનીને 52 રન, હૉન્ગ કૉન્ગને 7 વિકેટ અને યુગાંડાને 97 રનથી માત આપી. આ સિવાય સારી રનરેટના કારણે પાપુઆ ન્યૂઝ ગિનીએ પણ આ ગ્રુપથી સેમીફાઇનલ માટે ક્વોલિફાઈ કર્યું.

16 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યું ટૂર્નામેન્ટ
ટી20 વર્લ્ડકપ 2022માં સુપર-12 સ્ટેજથી પહેલા રાઉન્ડ-1નો મુકાબલો હશે. રાઉન્ડ-1માં કુલ આઠ ભાગ લઇ રહ્યા છે. આ આઠ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. બન્ને ગ્રુપથી ટોપ-2 ટીમો સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાઈ કરશે. ટી20 વર્લ્ડકપ 2022નું આયોજન 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી કરવામાં આવશે. ભારત પોતાનો પહેલો મુકાબલો 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ રમાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ