બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / t20 world cup 2021 ind vs sco three consecutive wickets in mohammed shami s over but its not a hattrick

T 20 World Cup 2021 / મોહમ્મદ શમીએ ત્રણ બોલમાં સતત ત્રણ વિકેટ લીધી પણ હેટ્રીક ના મળી, ટીમનો આ નિર્ણય છે જવાબદાર

Premal

Last Updated: 01:39 PM, 6 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કોટલેન્ડ સામેની ચોથી મેચમાં ભારતીય ટીમે સ્કોટલેન્ડને ફક્ત 85 રન પર સમેટી દીધી છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લીધી. જ્યારે જસપ્રીત બુમરાહે 2 અને રવિચંદ્રન અશ્વિને પણ એક વિકેટ લીધી. આ દરમ્યાન મોહમ્મદ શમીએ એક ઓવરમાં સતત 3 બોલમાં ત્રણ વિકેટ લીધી. પરંતુ તેમ છતાં શમીના ખાતામાં હેટ્રીક ના આવી.

  • ભારતીય ટીમે સ્કોટલેન્ડને ફક્ત 85 રન પર સમેટી દીધી
  • મોહમ્મદ શમીએ સતત 3 બોલમાં ત્રણ વિકેટ લીધી
  • ટીમના આ નિર્ણયને કારણે શમીને હેટ્રીક ના મળી

મોહમ્મદ શમીએ એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી પણ હેટ્રીક ના મળી

સ્કોટલેન્ડ ટીમની બેટીંગ દરમ્યાન 17મી ઓવર નાખવા આવેલા મોહમ્મદ શમીની આ ત્રીજી ઓવર હતી. તેમણે ઓવરની પ્રથમ બોલ (16.1 ઓવર)માં કેલમ મૈકલિયોડને આઉટ કર્યો. ઓવરના બીજી બોલ વખતે સાફયાન શરીફ સ્ટ્રાઈક પર હતા. શમીએ ફરી એક વખત યોર્કર બોલ નાખી હતી અને બેટર કશું સમજી શક્યા ન હતા. આ બોલ બેટરના બુટ પર વાગી હતી. બેટર શરીફ રન લેવા માટે દોડ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ  LBWની અપીલની માંગ કરી હતી. જોકે, શરીફ ક્રીઝ છોડીને ખૂબ આગળ નિકળી ગયા હતા ત્યારે ઈશાન કિશન તકનો લાભ જોઈ સ્ટમ્પ તરફ દોડ્યા અને શરીફને રન આઉટ કરી દીધો.

હેટ્રીક ના મળવા પાછળ આ છે કારણ

ત્યારબાદ ઓવરની ત્રીજી બોલમાં એલેસડેર ઈવાન્સ ક્રીઝ પર હતા. શમીએ ફરી એક વખત પરફેક્ટ યોર્કર ફેંક્યો હતો અને ઈવાન્સ બોલ્ડ થયો હતો. આ શમીની ઓવરમાં સતત ત્રીજી વિકેટ હતી. જો ઓવરની બીજી બોલમાં એમ્પાયરે LBWની અપીલને આઉટ જાહેર કર્યુ હોત તો નિશ્ચિત રીતે શમીના ખાતામાં હેટ્રીક થઇ હોત. પરંતુ એમ્પાયરે આ અપીલને નકારી દીધી અને ઈશાન કિશનના રનઆઉટના રૂપમાં વિકેટ આપી દીધી. આ સ્થિતિમાં ભારતીય ટીમે આ નિર્ણયને રિવ્યુ કરવાનું ના વિચાર્યુ.

શમીની બોલિંગ વખાણવાલાયક

શમી ખૂબ જ સારા અંદાજમાં બોલિંગ કરી રહ્યાં હતા. અગાઉ કેપ્ટન વિરાટ કોહલીએ આજે પાવરપ્લેની અંતિમ ઓવરમાં શમીને પ્રથમ વખત અજમાવ્યો હતો. જ્યાં શમીએ ઓવરની બીજી બોલમાં ધીમી બોલિંગ કરી જ્યોર્જ મંસીને શિકાર બનાવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ