બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / symptoms and remedies of thyroid for women

ફાયદાકારક / દવાઓ વિના થાઈરોઈડનો રોગ મટાડવો હોય તો રોજ માત્ર 3 ઉપાય કરો, મહિલાઓ માટે બેસ્ટ ટિપ્સ

Noor

Last Updated: 07:17 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈરોઈડની સમસ્યા આજકાલ ખૂબ જ વધી ગઈ છે. મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જાણો તેના માટે બેસ્ટ ઉપાય.

  • મહિલાઓમાં થાઈરોઈડ રોગ ખૂબ જ વધી ગયો છે
  • થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે

થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે. સાથે જ વધતી ઉંમરની સાથે મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો પણ વધી જાય છે. જેથી મહિલાઓએ આ રોગ વિશેની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણી આ રોગથી બચવાના 3 સરળ ઉપાય.

થાઈરોઈડનું કારણ

મહિલાઓને થાઈરોઈડની સમસ્યા હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ ન લેવાથી, વધુ મીઠું અથવા સી ફૂડ ખાવાથી થઈ શકે છે. આ સિવાય શરીરમાં આયોડીન અને વિટામિન બી12ની કમીને કારણે પણ મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો વધી જાય છે. 

થાઈરોઈડ ગ્રંથિથી મેટાબોલિઝ્મ રેટ બહુ જ પ્રભાવિત થાય છે. જેના કારણે ભોજન પૂર્ણ રીતે એનર્જીમાં પરિવર્તિત થતું નથી અને શરીરમાં ફેટ જમા થવા લાગે છે. ઘણાં લોકોમાં તેની વિપરિત અસર જોવા મળે છે અને વજન ઝડપથી ઘટવા લાગે છે. આવી કોઈ સમસ્યા જણાય તો તરત જ ચેકઅપ કરાવવું. 

લક્ષણ

નબળાઈ, ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી, માથાનો દુખાવો, ગરદનમાં દુખાવો, થાક લાગવો થાઈરોઈડના સંકેત છે. મહિલાઓમાં અનિયમિત પીરિયડ્સ પણ આ બીમારીના લક્ષણ છે. આ સિવાય આ બીમારીમાં પેટમાં ગરબડી, સાંધાઓમાં દર્દ, વજન વધવું અથવા ઘટવું, માસપેશીઓમાં નબળાઈ થવી અને આંખો અને ચહેરા પર સોજા પણ દેખાય છે. 

તેનાથી બચવાના ઉપાય

થાઈરોઈડની દવા લેવાની સાથે કેટલાક ઉપાય પણ કારગર સાબિત થઈ શકે છે. તેના માટે તમે ડુંગળીથી ગળા પર મસાજ કરી શકો છો. ડુંગળીને વચ્ચેથી કાપી એક ટુકડો લઈ રોજ રાતે સૂતા પહેલાં ક્લોક વાઈસ ગળા પર તેનાથી મસાજ કરો. પછી સવારે ગરદન ધોઈ લો. થોડાં દિવસ આ ઉપાય કરવથી ફાયદો જણાશે. 

રોજ હળદરવાળું દૂધ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. હળદર થાઈરોઈડ ગ્લેન્ડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે દૂધમાં હળદર નાખીને પી ન શકતા હો તો નવશેકા પાણીમાં પણ મિક્સ કરી પી શકો છો. 

થાઈરોઈડને કંટ્રોલમાં રાખવા માટે મુલેઠી પણ બેસ્ટ ઔષધી છે. તેના માટે ચપટી મુલેઠી પાઉડર ચામાં અથવા પાણીમાં મિક્સ કરીને રોજ પીવો.  

સંકળાયેલા મુદ્દાઓ

Remedies Thyroid Women Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ