બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / sushmita sen boyfriend rohman shawl breakup

Breakup / 46 વર્ષીય અભિનેત્રીએ BF સાથે કર્યું બ્રેકઅપ, કહ્યું બસ હવે જીવો અને જીવવા દો...

Premal

Last Updated: 06:57 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ દ્વારા શરૂ થયેલી રોહમન શૉલ અને સુષ્મિતા સેનની લવ સ્ટોરી પર આખરે પૂર્ણ વિરામ આવી ગયુ છે. આ વાતની જાહેરાત સુષ્મિતા સેને સોશિયલ મીડિયામાં કરી છે.

  • રોહમન શૉલ અને સુષ્મિતા સેનની લવ સ્ટોરી પર પૂર્ણ વિરામ આવ્યું
  • સુષ્મિતા સેને સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરીને કરી જાહેરાત
  • 'અમારો સંબંધ જૂનો થયો, પરંતુ પ્રેમ બાકી છે' 

અમારા સંબંધની શરૂઆત મિત્ર તરીકે થઈ

ગુરૂવારે એક ફોટો પોસ્ટ કરી સુષ્મિતાએ લખ્યું, અમે અમારા સંબંધની મિત્ર તરીકે શરૂઆત કરી હતી. અમે બંને સારા મિત્રો રહ્યાં. સંબંધ ઘણો જૂનો થયો છે. પરંતુ પ્રેમ બાકી છે. હવે વધુ અટકળો લગાવતા નહીં. જીવો અને જીવવા દો. સારી યાદો, કૃતજ્ઞતા, પ્રેમ, મિત્રતા, લવ યૂ દોસ્તો! આની પહેલા કેટલાંક રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહમને પોતાનો સામાન લઇને સુષ્મિતાનું ઘર છોડી દીધુ છે. અત્યારે તેઓ પોતાના મિત્રના ઘરે છે. જો કે થોડા દિવસો પહેલાં બધુ સારું ચાલતુ હતુ. રોહમને સુષ્મિતાના 46મા બર્થ-ડે પર તેને વિશ પણ કર્યુ હતુ. 

સુષ્મિતા રોહમનને છેલ્લાં અઢી વર્ષથી ડેટ કરતી હતી 

સુષ્મિતા સેન છેલ્લાં અઢી વર્ષથી રોહમનને ડેટ કરી રહી હતી. રોહમન અને સુષ્મિતાની ઉંમરમાં 15 વર્ષનું અંતર છે. સુષ્મિતા 46 વર્ષની છે. તો રોહમન 30 વર્ષનો છે. બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. રોહમનને સુષ્મિતાની બંને દીકરીઓ રેની અને આલિશાની સાથે સારું બોન્ડિંગ છે, રોહમન પોતાને પિતા ગણાવે છે. રોહમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ, સુષ્મિતા સાથે મળ્યાં બાદ મારા જીવનમાં પરિવર્તન આવ્યું. બહારની દુનિયામાં આપણે સેલિબ્રિટીના જીવનની અલગ ધારણા રાખીએ છીએ. પરંતુ જ્યારે તમે તેની સાથે રહો છો તો તમે અનુભવ કરો છો કે તેઓ ખૂબ હાર્ડ વર્ક કરતા હોય છે.

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ