સુશાંત સિંહ રાજપૂતનું મોત કોઈ રહસ્યથી કમ નથી. જેના પરથી આજ સુધી પડદો નથી ઉઠી શક્યો. જોકે તેના પરિવાર અને ફેન્સ આજે પણ ન્યાયની આસા રાખીને હેઠા છે.
સુશાંત સિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા?
સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી વિરૂદ્ધ નથી મળ્યા પુરાવા
સુશાંતના કેસની ઈડી અને એનસીબી સતત કરી રહી છે તપાસ
14 જૂન 2020નો દિવસ સુશાંતના ફેન્સને હજુ ભુલાયો નથી. આજથી 2 વર્ષ પહેલા આ દિવસે બોલિવુડની દુનિયાના એક શાઈનિંગ સ્ટારનું નિધન થયું હતું. આજે સુશાંત સિંહ રાજપૂતના નિધનના 2 વર્ષ થઈ ગયા છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવાર અને તામના લાખો ફેન્સ આજ સુધી તેના નિધનના આઘાતથી બહાર આવ્યા નથી.
સુશાંત સિંહ રાજપૂતનું મોત કોઈ રસ્યથી કમ નથી. જેનાથી અત્યાર સુધી પડદો ઉઠ્યો નથી. જોકે તેના પરિવાર અને ઓળખીતા આજે પણ ન્યાયની આશા રાખીને બેઠા છે. સુશાંતના નિધનથી ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટુ નુકસાન થયું છે. એક્ટરના નિધને દરેકને હચમચાવીને મુકી દીધા છે.
ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો સુશાંત
14 જૂન 2020એ સુશાંત પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા. તેનું મોત આત્મહત્યા બતાવવામાં આવી હતી. એઈમ્સની તપાસમાં આત્મહત્યાની પૃષ્ટિ થઈ. પરંતુ તેના પરિવાર અને ફેન્સને લાગે છે કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા જેવો નિર્ણય ન લઈ શકે.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસમાં તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી સૌથી પહેલા શકના ઘેરામાં આવી હતી. અભિનેતાના મૃત્યુનો કેસ જોત જોતામાં ડ્રગ્સ કેસ તરફ વળ્યો. જ્યાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ તેની ઝપેટમાં આવ્યા હતા.
છ લોકો વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ
સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે 29 જુલાઈ 2020ના રોજ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં તેમના પુત્રની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત છ લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા અને મની લોન્ડરિંગ માટે FIR નોંધાવી હતી. આ પછી 29 જુલાઈએ પટના પોલીસની ટીમ તપાસ માટે મુંબઈ ગઈ હતી.
EDએ કરી બિહાર પોલીસની મદદ
જોકે, પટના પોલીસની ટીમને મહારાષ્ટ્ર પોલીસનો સહયોગ મળ્યો ન હતો. પરંતુ દરેક પગલા પર મુશ્કેલીઓ હતી. બંને રાજ્યોની સરકારો પણ સામસામે જોવા મળી. સુશાંતની હત્યાની તપાસ માટે મુંબઈ ગયેલી બિહાર પોલીસની ટીમે આમાં EDને મદદ કરી હતી.
રિયા અને તેના ભાઈની ધરપકડ
આ સમય દરમિયાન, EDને રિયા ચક્રવર્તી અને અન્ય ઘણા લોકોના ડ્રગ સિન્ડિકેટ સાથેના સંબંધો વિશે જાણવા મળ્યું. ત્યારબાદ EDના કહેવા પર NSBએ 26 ઓગસ્ટે આ મામલામાં FIR નોંધીને તપાસ શરૂ કરી. 04 સપ્ટેમ્બર 2020 ના રોજ, NCBએ રિયા અને તેના ભાઈ શૌવિક અને સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી.
લગભગ એક મહિનાની પૂછપરછ પછી, ED સૂત્રોએ કહ્યું હતું કે રિયા વિરુદ્ધ કોઈ પુરાવા નથી કે તેણે કોઈ મની લોન્ડરિંગ કર્યું છે. એવા પણ કોઈ પુરાવા નથી કે તેણીએ સુશાંતના પૈસાનો દુરુપયોગ કર્યો હતો.
હજુ નથી ઉકેલાયુ મોતનું રહસ્ય
CBI, NCB અને ED સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહી છે. અભિનેતાના આત્મહત્યા અને પછી હત્યાનો મામલો ડ્રગ્સના એંગલમાં ગયો. આ મામલામાં ઘણા નામ સામેલ છે પરંતુ હજુ સુધી સુશાંતના મોતનું રહસ્ય ઉકેલાયું નથી.