બોલિવૂડ / રિયાએ લોકઅપમાં વિતાવી આખી રાત, કોર્ટે ફગવી જામીન અરજી, હવે થોડીવારમાં જેલ મોકલવામાં આવશે

sushant singh case updates rhea chakraborty jail ncb drug connection cbi probe

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મંગળવારે એક નવો વળાંક જોવા મળ્યો. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કનેક્શનમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. રિયાએ મંગળવારની રાત એનસીબીના લોકઅપમાં જ વિતાવી. રિયાને આજે સવારે ભાયખલા જેલમાં લઈ જવામાં આવશે. એનસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, રિયાએ ડ્રગ્સ મંગાવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ ડ્રગ્સ લેવાની કબૂલાત કરી નથી. બીજી તરફ, બોલિવૂડના ઘણાં સેલેબ્સ સોશિયલ મીડિયા પર રિયાના સપોર્ટમાં આવ્યા છે. તેઓ રિયા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. રિયા અને બાકીના લોકોની ગવાહી પછી હવે એનસીબી 25 બોલિવૂડ સેલેબ્સ પર પણ ડ્રગ્સ મામલે પૂછપરછ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ