Suryakumar Yadav, Bowlers Guide India To 65-Run Win
ક્રિકેટ /
'સૂર્ય ચમક્યો', ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં ભારતનો 65 રને વિજય, સિરિઝમાં 1-0થી આગળ
Team VTV04:28 PM, 20 Nov 22
| Updated: 04:36 PM, 20 Nov 22
ભારતે બીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને 65 રનથી પરાજય આપીને સિરિઝમાં 1-0થી આગળનું સ્થાન જમાવ્યું છે.
ભારતે બીજી ટી20માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
65 રનથી ભારતનો વિજય
સૂર્યકુમાર યાદવે સૌથી વધારે 111 રન ફટકાર્યાં
માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાયેલી બીજી ટી-20માં ભારતે ન્યૂઝીલેન્ડે 65 રનથી પરાજય આપ્યો અને ત્રણ મેચની સિરિઝમાં 1-0થી આગળ થયું છે. વરસાદને કારણે પહેલી ટી20 રદ કરાઈ હતી આ રીતે બીજી ટી-20માં જીતની સાથે ભારત સિરિઝમાં આગળ થયું છે. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ નિર્ધારીત 20 ઓવરમાં 191 રન બનાવ્યાં હતા. ભારત વતી સુર્યકુમાર યાદવે સૌથી વધારે 111 રન ફટકાર્યાં હતા. 192 રનનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 126 રન પર સમેટાઈ ગઈ હતી આ રીતે ભારતનો 65 રને વિજય થયો હતો.
બે ભારતીય ખેલાડીઓએ નાખ્યો જીતનો પાયો
ભારત વતી સુર્યકુમાર યાદવે આ મેચમાં ન્યૂઝીલેન્ડના બોલરોને પરસેવો પડાવી દીધો હતો. સુર્યકુમાર યાદવે 111 રન ફટકારીને આ મેચની જીતનો હીરો બન્યો હતો. તો બોલરોમા દિપક હુડાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડની ટીમને દબાણમાં મૂકી હતી અને આખરે ટીમ 20 ઓવરમાં 126 રન જ કરી શકી હતી.
સૂર્યકુમાર યાદવે ટી20 કરિયરની આ બીજી સદી ફટકારી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 સીરિઝની બીજી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાઈ રહી હતી. અને આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. સીરીઝની પહેલી મેચની વાત કરીએ તો આ મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી પણ બીજી મેચમાં ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ બંને ટીમો ફરી એક વખત એક્શનમાં જોવા મળી હતી એવામાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે કમાલ કરી બતાવ્યો છે.
સૂર્યકુમાર યાદવે ટી20 કરિયરની આ બીજી સદી ફટકારી
T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવે જે શાનદાર ફોર્મ બતાવ્યું ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝની બીજી મેચમાં પણ જોવા મળ્યું છે. સૂર્યા એ માત્ર 51 બોલમાં 111 રન બનાવીને શાનદાર ઇનિંગ રમી હતી અને આ ઇનિંગમાં તેને 11 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. સૂર્યકુમાર યાદવે માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવની ઇનિંગે કેવી રીતે વેગ પકડ્યો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે માત્ર 17 બોલમાં પોતાની બીજી ફિફ્ટી પૂરી કરી હતી. જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે ટી20 કરિયરની આ બીજી સદી ફટકારી છે.
ભારતે ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 191 રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની ઝડપી સદીના દમ પર આ સ્કોર હાંસેલ કર્યો છે. સૂર્યાએ પોતાની ઇનિંગમાં કુલ 111 રન બનાવ્યા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ બીજી T20 મેચ શાનદાર રહી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક પણ લીધી હતી.