થોડાક પહેલા સુરતમાં ગેંગ વોરમાં બે માથાભારે લોકોના મોત થયા હતા. સુર્યા મરાઠી અને હાર્દિકનું સામસામે મોત થયું હતું. પરંતુ હવે પોલીસે બીજા બે સુર્યાની ગેંગના શખ્સોની ધરપકડ કરી છે. અને હવે આ ઘટનામાં કંઇક નવો જ વળાંક આવશે.
સુર્યા મરાઠી હત્યાકાંડમાં નવો વળાંક
ચોક બજાર પોલીસે બીજા બે આરોપીની ધરપકડ કરી
હત્યામાં સુર્યાના પન્ટરો પણ સંડોવાયેલા હતા
સુરતના ગેંગસ્ટર સુર્યા મરાઠી અને હાર્દિકના હત્યા મામલે સુરતમાં ચકચાર મચી ગઈ છે. ત્યારબાદ પોલીસને શોધખળ અને તપાસમાં નવા જ વળાંક જોવા મળી રહ્યાં છે. ચોકબજાર પોલીસે મગદલ્લા ગામ પાસેથી કુલદીપ પટેલ અને શૈલેષ વાતલિયાની ધરપકડ કરી છે.
બંને આરોપીએ હાર્દિક સાથે મળીને સુર્યાને માર્યો હતો તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. સુરત વેડરોડ ખાતે આવેલા ત્રિભોવન નગરમાં સુર્યા મરાઠીની ઓફિસમાં 7 જેટલા શખ્સોએ ઘુસીને સુર્યાને છરીના ઘા માર્યા હતા. આ ઘટનાના મુખ્ય આરોપી હાર્દિક પટેલ પર પણ સુર્યાએ પલટવાર કર્યો હતો. ત્યારબાદ બંનેનું મોત નીપજ્યું હતું.
ચોકબજાર પોલિસે મુખ્ય બે આરોપીની અગાઉ ધરપકડ કરી જેલના હવાલે કર્યા છે. હત્યાને અંજામ આપનાર સાત આરોપી પૈકી બે આરોપી પોલીસથી ભાગતા ફરતા હતા, ત્યારે વધુ બે મુખ્ય આરોપીની ધરપકડ થઈ ગઈ છે એટલે કુલ ચાર આરોપીઓ પોલીસના હાથે લાગી ચુક્યા છે.
ઘટનામાં સૂર્યાની હત્યાના કાવતારામાં સૂર્યાના ચાર માણસોની પણ સંડોવણી હોવાની કબુલાત બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. ચોક બજાર પોલીસે સુર્યાના હત્યાકાંડમાં 8 આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ ઉપરાંત અન્ય આરોપીઓ જે ફરાર છે તેમની શોધખોળ કરી રહી છે. ધરપકડ કરેલા આરોપીની હાર્દિક પટેલ સાથે જ્યારે જેલમાં સાથે હતા ત્યારે દોસ્તી થઈ હતી. અને દોસ્તી ખાતર તેઓ સુર્યા મરાઠીની હત્યાના કાવતરામાં શામેલ થયા હતા. પકડાયેલ આરોપી શૈલેષ પટેલ જમીનની દલાલી કરતા હતા. જ્યારે કુલદીપ એક કેબ ડ્રાઈવર છે.