બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / surya grah upay follow 10 tips to strong sun planet

અપાવશે સફળતા / બિઝનેસ અથવા નોકરીમાં જોઈએ સફળતા તો સૂર્યને કરો મજબૂત, અજમાવો આ 10 ઉપાય

Premal

Last Updated: 11:28 AM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય ગ્રહને કુંડળીનો પ્રધાન ગ્રહ માનવામાં આવે છે. સૂર્યને દિવસના રાજા કહેવામાં આવ્યાં છે. જેની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત હોય છે. તેને નોકરી, બિઝનેસ અને રાજનીતિમાં સફળતા મળે છે. જેનો સૂર્ય નબળો હોય છે અથવા સૂર્ય ગ્રહનો દોષ હોય છે. તેને સફળતા મળતી નથી. તે અનેક રોગોથી ઘેરાઈ જાય છે.

  • સૂર્ય ગ્રહને કુંડળીનો પ્રધાન ગ્રહ માનવામાં આવે છે
  • સૂર્ય તમને નોકરી, બિઝનેસ અને રાજનીતિમાં અપાવશે સફળતા
  • જ્યોતિષમાં સૂર્ય ગ્રહને મજબૂત બનાવવા માટે અનેક ઉપાયો

નોકરી અને બિઝનેસમાં અપાવશે સફળતા

જ્યોતિષમાં સૂર્ય ગ્રહને મજબૂત બનાવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યાં છે. જેને અપનાવીને તમે પણ નોકરી, બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. એમ પણ આજે રવિવાર છે. આ દિવસ સૂર્યની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે છે. આવો, જાણીએ સૂર્યને મજબૂત કરવાના ઉપાયો અંગે. 

સૂર્ય ગ્રહને મજબૂત કરવાના 10 ઉપાય

  1. જે લોકોએ પોતાનો સૂર્ય ગ્રહ મજબૂત કરવો છે. તેમણે ઓછામાં ઓછા 12 રવિવારનું વ્રત રાખવુ જોઈએ. તમે રવિવારનું વ્રત એક આખુ વર્ષ અથવા 30 રવિવાર સુધી પણ રાખી શકો છો. જેનાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે અને સફળતા મળે છે. 
  2. સૂર્યને મજબૂત કરવા માટે રવિવારના દિવસે સ્નાન બાદ લાલ કપડા પહેરો અને ઓમ હ્રીં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમઃ મંત્રના જાપની 3,5 અથવા 12 માળા કરો. આવશ્ય લાભ થશે. 
  3. રવિવારના દિવસે સવારે સ્નાન બાદ એક વાસણમાં શુદ્ધ પાણીમાં લાલ ચંદન, લાલ ફૂલ, હળદર અને કંકુથી મિશ્રિત ચોખા અને દૂર્વા ભેગા કરીને રાખો. પછી સૂર્ય દેવને જળ અર્પણ કરો. આવુ કરવાથી પણ સૂર્ય મજબૂત થાય છે. 
  4. રવિવારના દિવસે મીઠાંનું સેવન ના કરશો. શારીરીક પીડા દૂર થાય છે. આરોગ્ય પ્રાપ્ત થાય છે અને મોંઢા પર આધ્યાત્મિક તેજ વધે છે.
  5. જેનો સૂર્ય નબળો હોય છે, તેવા જાતકે લાલ અને પીળા રંગવાળા વસ્ત્રો, ગોળ, સોનુ, તાંબુ, માણેક, ઘઉં, લાલ કમળ, મસૂર દાલ, ગાય વગેરેનું દાન કરવુ જોઈએ.
  6. સૂર્ય માટે તમે માણેકનું રત્ન પણ ધારણ કરી શકો છો. જેની જાણકારી માટે કોઈ સારા જ્યોતિષાચાર્યની મદદ લઇ શકો છો. તમે સૂર્યના ઉપરત્ન તામડા, લાલડી અથવા સૂર્યકાંત મણિ પણ પહેરી શકો છો. 
  7. સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે તમે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો. આ દિવસે તમે ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો.
  8. સૂર્ય ગ્રહને મજબૂત કરવાનો સૌથી સરળ ઉપાય છે રવિવારે ગૌસેવા કરવી. રવિવારના દિવસે ગાયને રોટલી ખવડાવો. માછલીઓને લોટની ગોળીઓ નાખો અને કીડીઓને ખાંડ મુકો.
  9. સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટેનો સૌથી સરળ ઉપાય છે કે તમે દરરોજ પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો. તેની આજ્ઞાનું પાલન કરો અને તેમનો ખ્યાલ રાખો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ