સુરત: સિવિલ હોસ્પિટલના ડોકટરોની બેકારદારી, દર્દીના ઓપરેશન બાદ...

By : vishal 11:41 PM, 16 May 2018 | Updated : 11:41 PM, 16 May 2018
સુરતની સિવિલ હોસ્પિટલ અને વિવાદ હવે એક સિક્કાની બે બાજુ બની ગઇ છે. સિવિલ હોસ્પિટલમાં એક એવો 25 વર્ષિય દર્દી આવ્યો છે. જેણે સિવિલમાં પથરીનાં ઓપરેશન કરાવ્યા બાદ દોઢ વર્ષ પછી પણ કોઇ રાહત મળી નથી.

આ તકલિફ પાઠળ જવાબદાર સીવિલના હોસ્પિટલના ડોકટરો છે. આ દર્દીના પેટમાંથી ડોકટરે પથરી તો કાઢી પણ તેના ઓપરેશન બાદ નળી કાઢવાનું ભુલી ગયા હતાં. 

મંગળવારે સર્જરી વિભાગમાં સોનોગ્રાફી કરવામાં આવી હતી, જે જોઇને ડોકટરો પણ આશ્ચર્યમાં મુકાય ગયાં હતાં. પેટમાં પથરી તો ડોકટરોએ દુર કરી પણ નળી કાઢવાની કોઇ સુચનાં ન આપતાં દોઢ વર્ષ બાદ તેમને ફરી દુખાવો ઉપડ્યો હતો. 

તો બીજી તરફ તબીબોએ એવો બચાવ કર્યો હતો કે, પથરીનાં ઓપરેશન બાદ પેશાબનાં વહન માટે આ નળી મુકવામાં આવે છે જેને દોઢ-બે મહિના બાદ કાઢી લેવામાં આવતી હોય છે. 

દર્દીના ડિસ્ચાર્જ કાર્ડમાં આ નળી કાઢવા બાબતે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તબીબોએ દર્દીને ફક્ત મૌખિક સુચના જ આપી હતી. તેમનાં કહેવા પ્રમાણે ભુલ બંને તરફે છે.  Recent Story

Popular Story