બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Surat traders received orders for 100 million national flags across the country

ખુશી / દેશભરમાં લહેરાશે સુરતમાં તૈયાર થયેલા 10 કરોડ તિરંગા, બે વર્ષ બાદ વેપારીઓ ખુશખુશાલ

Khyati

Last Updated: 11:42 AM, 5 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15મી ઑગષ્ટની જાહેર ઉજવણી કરવામાં લોકોમાં અનેરો ઉત્સાહ, સુરતના વેપારીઓને દેશભરમાંથી મળ્યા 10 કરોડ રાષ્ટ્રધ્વજના ઓર્ડર

  • સુરતના વેપારીઓને 15 ઓગસ્ટ ફળવાની આશા
  • દેશમાંથી અંદાજે 10 કરોડ રાષ્ટ્રધ્વજના મળ્યા ઓર્ડર
  • આ વર્ષે 15 ઓગસ્ટની જાહેર ઉજવણી કરવાનો લોકોમાં ઉત્સાહ

સુરતનું ટેક્સટાઇલ માર્કેટ જગવિખ્યાત છે. કોરોનાને કારણે મંદીનું ગ્રહણ લાગેલો ટેક્સટાઇલનો વેપાર ધીમે ધીમે બેઠો થઇ રહ્યો છે. ત્યારે આ વખતે સ્વતંત્રતા દિવસ સુરતના વેપારીઓને ફળશે તેવી આશા છે. કારણ કે 15મી ઑગષ્ટ નજીક હોવાથી મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળ્યા છે. જી,હા કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ ગયા હતા જેથી હવે દેશભરમાંથી તિરંગો બનાવવાના ઓર્ડર મળતા સુરતના વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

અંદાજે 10 કરોડ તિરંગા બનાવવાના મળ્યા ઓર્ડર 

સ્વતંત્રતા દિવસની દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવે છે.તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ સ્વતંત્રતા પર્વની અનોખી રીતે અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે સુરતના વેપારીઓ અત્યારથી જ કામે લાગી ગયા છે. કારણ કે દેશભરમાંથી અંદાજે 10 કરોડ રાષ્ટ્રધ્વજના ઓર્ડર મળ્યા છે. સુરત ટેક્સટાઇલનું હબ ગણાતુ હોવાથી દેશભરમાંથી રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે.  આ ઉપરાંત વિવિધ ગ્રે કાપડ અને ડિઝિટલ પ્રિન્ટિંગની પણ સુવિધા સુરતમાં મળીરહેતી હોવાથી વધુ પ્રમાણમાં ઓર્ડર અહીં આવે છે. 

ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેરનું આયોજન

સુરત ટેક્સટાઇલ એક્સપોર્ટની નવી શરૂઆત કરવામાં આવી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિદેશમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકામાં ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેરનું આયોજન કરાયું છે. એટલાન્ટામાં 9થી 11 જૂન સુધી ટેક્સટાઇલ એક્ઝિબિશન યોજાશે. જેમાં સુરતના 59 ટેક્સટાઇલ ઉદ્યોગકારો ભાગ લેશે. ભારતીય કાપડ અને બનાવટની પ્રોડક્ટને પ્રદર્શિત કરવામાં આવશે.આ ટ્રેડ ફેરના કારણએ વિદેશમાં પણ સીધો વેપાર વધવાની શક્યતા જોવાઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ