બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Surat Municipal Corporation purchase same masks in different price

ગેરરીતિ / સુરત મનપાની પ્રજાના પૈસે દિવાળી : મહામારીમાં માસ્ક ખરીદીમાં ગેરરીતિ આચરી હોવાની આશંકા

Kiran

Last Updated: 04:25 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત મનપાએ માસ્કની ખરીદીમાં ગેરરીતિ આચરી હોવાનો આશંકા, એક જ પ્રકારના માસ્ક અલગ અલગ કિંમતે ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવ્યું

  • સુરત મનપાની માસ્ક ખરીદીમાં ગેરરીતિની આશંકા
  • એક જ પ્રકારના માસ્ક અલગ અલગ ભાવે ખરીદ્યા
  • મહામારીમાં તમામ માસ્કના બિલ પણ ચૂકવી દેવાયા

સુરત મનપાએ માસ્કની ખરીદીમાં ગેરરીતિ આચરી હોવાનો આશંકા સેવાઈ રહી છે. કોવિડ મહામારીમાં એક જ પ્રકારના માસ્ક અલગ અલગ કિંમતે ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 



 

એક જ પ્રકારના માસ્ક અલગ અલગ ભાવે ખરીદ્યા

સુરત મનપા દ્વારા માસ્ક ખરીદીમાં ગેરરીતિની આશંકા સેવાઇ રહી છે. કોરોના કાળ દરમિયાન મનપા દ્વારા જે માસ્ક ખરીદવામાં આવ્યા તે એત પ્રકારના માસ્ક હતા જો કે તેની ખરીદી અલગ અલગ ભાવે કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. એક જ પ્રકારના માસ્ક અલગ-અલગ ભાવે ખરીદી મોટા પાયે કૌભાંડ આચર્યાનું શક્યતાઓ સેવાઈ રહી છે.

મહામારીમાં તમામ માસ્કના બિલ પણ ચૂકવી દેવાયા

સુરત મનપાએ રૂ.4.61 કરોડના માસ્ક ખરીદ્યા હતા. જેમા વૂવન, નોન વૂવન અને N-95 માસ્કની ખરીદીના ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો છે. સુરત મનપાએ 94 પૈસાથી લઇ 858 રૂપિયામાં માસ્ક ખરીદ્યા છે એટલે કે સુરત મનપાએ જુદા જુદા 94 ભાવથી માસ્કની ખરીદી કરી છે અને સુરત મનપાએ તમામ માસ્કના બિલ પણ ચૂકવી દીધા છે.

સુરત મનપાની માસ્ક ખરીદીમાં ગેરરીતિની આશંકા

જો કે મનપાની માસ્ક ખરીદી ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે થઇ હતી અને ઇમરજન્સી ખરીદીને કારણે કોઇ ટેન્ડરિંગ થયું ન હતું ત્યારે મનપાની માસ્ક ખરીદીમાં ગેરરીતિની આશંકા હોવા છતા કોઇ તપાસ કરાઇ નથી જેને લઇ અનેક સવાલ ઉઠી રહ્યા છે તંત્ર દ્વારા ખરીદાયેલા એક જ પ્રકારના માસ્ક અલગ-અલગ ભાવ કેમ?. વૂવન, નોન વૂવન અને N-95 માસ્કની ખરીદીના ભાવમાં તફાવત કેમ? માસ્ક ખરીદીના પૈસા કોના ખિસ્સામાં ગયા ? તે પણ એક તપાસનો વિષય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ