બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Surat court to hear verdict in Grishma murder case

સુરત / ગ્રીષ્મા હત્યા કેસ: આજે હત્યારો ફેનિલ દંડાશે, કોર્ટ સંભળાવશે ચુકાદો,પરિવારે કડક સજાની કરી માંગ

Vishnu

Last Updated: 12:13 AM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત સુનાવણીમાં ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો

  • સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો
  • સેસન્સ કોર્ટમાં 6 એપ્રિલે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતુ. હવે આ કેસમાં આજે કોર્ટ ચૂકાદો આપી શકે છે.સેસન્સ કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસની બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જેથી આજે કોર્ટ તરફથી હત્યારા ફેનિલ ગોયાણીને કડકમાં કડક સજા ફટકારે તેવી સંભાવના છે. આ કેસની સુનાવણી કોર્ટે ડે ટુ ડે કરી હતી. આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. હત્યારા ફેનિલે જાહેરમાં ગ્રીષ્માનુ ગળુ કાપી હત્યા કરી દીધી જેથી કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આપને જણાવી દઈયે કે, હત્યારા ફેનિલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે લગાતાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત નાપસંદ હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ જ્યારે ગ્રીષ્માના મોટાબાપા અને તેને ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનિલે તેમની સાથે મારપીટ કરી હતી. જેથી ગ્રીષ્મા બચાવવા વચ્ચે પડી ત્યારે ફેનિલે તેને પકડીને છરીથી તેનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી.

ગઈ સુનાવણીમાં શું થયું હતું
16 એપ્રિલમાં રોજ કોર્ટમાં આરોપીના વકીલ ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. અને  21મી તારીખે આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપશે. 

6 એપ્રિલે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી
6 એપ્રિલે બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટું ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી હતી જે 6 એપ્રિલે પૂર્ણ થઈ હતી.

હત્યા કેસમાં કયારે શું થયું?
'આ કેસનો ચુકાદો આજે 21 એપ્રિલના રોજ જાહેર થશે. આ કેસ પુરવાર કરવા માટે નજરે જોનાર મેડિકલ એવિડેન્સ વીડિયોનો પુરાવો, મેડિકલ એવિડેન્સ, ડીએનએનો પુરાવો અન્ય કેટલાક પુરાવા જેવા કે સીડીઆર રેકોર્ટ વગેરે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી દલીલ રહી છે કે આ કેસ પૂર્વ તૈયારી સાથેનો ઈરાદાપૂર્વકનું કૃત્ય છે. કારણ કે બનાવ  12 ફેબ્રુઆરીના રોજ બન્યો છે પણ ચપ્પુ 6 જાન્યુઆરીના રોજ ખરીદવામાં આવ્યું હતુ. આરોપીને એ ચપ્પુ પૂરતું ન લાગતાં અન્ય એક ચપ્પુ જે 7 ધાર વાળું હતું તે પણ લીધું હતું. અને તે ધારદાર હથિયારથી સુભાષને પેટ પર હુમલો કર્યો હતો જેના કારણે તેના આંતરડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના દિવસે સવારે આરોપી ફેનિલ ગ્રીષ્માના કોલેજ પર પણ ગયો હતો જ્યાં પણ તેની સાથે હથિયાર હતું. પણ ગ્રીષ્મા ક્લાસમાં હોવાને લીધે આરોપી તેને શોધી શક્યો ન હતો. જેથી કોલેજ પર આ કૃત્ય થતું અટકી ગયું પણ ત્યાર પછી તેણે પીછો કરી તેના ઘરે ગયો અને સૌ પ્રથમ ગ્રીષ્માના કાકાને પેટમાં ચાકુ મારી દીધું'

પ્રિ પ્લાન મર્ડર છે તેવી રજૂઆત ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવી
'આ કેસ સેલ્ફ ડિફેન્સનો નથી તે બાબતની રજૂઆત પણ નામદાર કોર્ટે સમક્ષ કરવામાં આવી હતી. કારણ કે આરોપીએ પોતાના બચાવમાં કીધું હતું કે આ કેસ ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન અને જુવાન છે તેવી રજૂઆત બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી. ફરિયાદીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે આ જુવાન છોકરો પ્રિ પ્લાન મર્ડર કરે તે પ્રોફેશનલ કીલરને પણ સરમાવે તેવી રીતે ગ્રીષ્માને મારી નાખી હતી એટલે આને ખૂન જ કહેવાય'.

કેસની તપાસ કેવી રીતે થઈ ?
ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસને લઈ SIT ની રચના કરાઈ હતી. જેમાં કુલ 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જેનું ડાંગ SPના સુપરવિઝન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. જેમાં 
1 SP, 1 ASP, 2 DySP, 5 PI,1 PSI દ્વારા કેસની તપાસ હાથ ધરાઈ હતી. ગ્રીષ્મા કેસમાં 23 પંચનામાં હતા આ સાથે પોલીસે 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતાં. જ્યારે કામરેજ પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ