બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Supreme's refusal to immediately hear the petition against changing the 2000 note,

BIG NEWS / 2 હજારની નોટ બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકાર, કહ્યું 'આ બાબત એટલી જરૂરી નથી'

Priyakant

Last Updated: 01:33 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2000 Rupee Note Exchange News: સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. અરજદારે ઉનાળાના વેકેશન પછી ચીફ જસ્ટિસ પાસે સુનાવણીની વિનંતી કરવી જોઈએ

  • સુપ્રીમમાં ઓળખ કાર્ડ બતાવ્યા વિના 2000ની નોટ બદલવા વિરુદ્ધની અરજી 
  • સુપ્રીમે કહ્યું, આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર 
  • અરજદારે ઉનાળાના વેકેશન પછી ચીફ જસ્ટિસ પાસે સુનાવણીની વિનંતી કરવી જોઈએ
  • આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતાં અરજદાર પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ઓળખ કાર્ડ બતાવ્યા વિના 2 હજાર રૂપિયાની નોટ બદલવા વિરુદ્ધની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. અરજદારે ઉનાળાના વેકેશન પછી ચીફ જસ્ટિસ પાસે સુનાવણીની વિનંતી કરવી જોઈએ. નોંધનીય છે કે, આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. અરજીકર્તાઓ તેને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

કોણે કરી છે સુપ્રીમમાં પિટિશન ? 
પિટિશનર વકીલ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે, નોટ બદલનારની ઓળખની ખરાઈ કર્યા વિના જ ભ્રષ્ટાચારી અને રાષ્ટ્રવિરોધી તત્વોને નોટો બદલીને ફાયદો થઈ રહ્યો છે. 29 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે અરજીને નીતિ વિષયક ગણાવીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ તેમની અરજી મૂકતા ઉપાધ્યાયે દલીલ કરી હતી કે, રિઝર્વ બેંકનો નિર્ણય મનસ્વી છે. હાઈકોર્ટે મંજૂર કરીને ખોટું કર્યું છે. પરંતુ ન્યાયાધીશોએ ઉપાધ્યાયની અપીલ પર તરત જ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

3 લાખ કરોડથી વધુની નોટો ખોટા હાથમાં ? 
આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની 2,000 રૂપિયાની નોટો ભ્રષ્ટાચાર, માફિયા અથવા રાષ્ટ્ર વિરોધી શક્તિઓ પાસે હોવાની સંભાવના છે. આવા સંજોગોમાં આવા તત્વો ઓળખ કાર્ડ જોયા વગર જ નોટ બદલીને ફાયદો ઉઠાવી રહ્યા છે. 

FILE PHOTO

શું કહ્યું અરજદારે ? 
અરજદારે કહ્યું છે,  ભારતમાં આજે એવો કોઈ પરિવાર નથી કે જેનું બેંક ખાતું ન હોય. તેથી 2000 રૂપિયાની નોટ સીધી બેંક ખાતામાં જમા કરાવવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે, વ્યક્તિ ફક્ત પોતાના ખાતામાં જ નોટો જમા કરાવી શકે અને કોઈ બીજાના ખાતામાં નહીં. 

દિલ્હી હાઈકોર્ટમાં શું થયું હતું ? 
દિલ્હી હાઈકોર્ટમાં દલીલો દરમિયાન રિઝર્વ બેંકે અરજીનો વિરોધ કર્યો હતો. રિઝર્વ બેંક તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ 1981ના 'આરકે ગર્ગ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' કેસના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. તેમની દલીલ એવી હતી કે, કોર્ટ નાણાકીય નીતિમાં દખલ ન કરી શકે. ત્રિપાઠીએ કહ્યું હતું કે, નોટો જાહેર કરવાનો અને પરત મેળવવાનો અધિકાર રિઝર્વ બેંકનો છે. કોર્ટે આમાં દખલ ન કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ