બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Supreme Court's refusal of immediate hearing in Joshimath case

BIG NEWS / જોશીમઠ મામલે તત્કાલ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર: કહ્યું, જરૂરી નથી કે દેશના તમામ જરૂરી મુદ્દા અમારી પાસે આવે

Priyakant

Last Updated: 12:40 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરજદારે જોશીમઠમાં સંકટને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી હતી, સુપ્રીમ કોર્ટે કોર્ટે કહ્યું કે......

  • જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસને લઈ સૌથી મોટા સમાચાર
  • સુપ્રીમ કોર્ટે જોશીમઠ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો 
  • અમે આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી કરીશું: સુપ્રીમ કોર્ટ

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જરૂરી નથી કે દેશનો દરેક મહત્વનો મામલો અમારી સામે આવે. મહત્વનું છે કે, અરજદારે જોશીમઠમાં સંકટને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી હતી.

16 જાન્યુઆરીએ સુનાવણી 
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, દેશમાં અમને મહત્વપૂર્ણ બાબતોને અમારી સમક્ષ લાવવાની જરૂર નથી, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો છે, જે વધુ સારી રીતે કાળજી લઈ શકે છે. કોર્ટે કહ્યું કે, અમે આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી કરીશું.

અરજદારે શું કહ્યું ? 
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી હાજર રહેલા એડવોકેટ પરમેશ્વર નાથ મિશ્રાએ જોશીમઠ કેસનો તાકીદની સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો છે જે વસ્તુઓનું ધ્યાન રાખી શકે છે.

નોંધનીય છે કે, સરસ્વતીએ તેમની અરજીમાં દલીલ કરી છે કે, મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ ઘટના બની છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની માંગ કરી છે. અરજીમાં આ પડકારજનક સમયમાં જોશીમઠના લોકોને મદદ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.

આજથી ડિમોલિશનની કામગીરી શરૂ 
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તરફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે ઈમારતોમાં તિરાડો પડી છે અને વધુ નુકસાન થયું છે તેને જમીન પર તોડી પાડવામાં આવશે, જેથી નજીકની ઈમારતોને નુકસાન ન થાય. એવું કહેવામાં આવ્યું છે કે, ડિમોલિશન નું કામ આજથી એટલે કે મંગળવાર (10 જાન્યુઆરી)થી શરૂ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ