બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / supreme Court to hear Gyanvapi mosque case on Friday

વિવાદ / જ્ઞાનવાપી કેસમાં 5 જ મિનિટમાં થઈ 'સુપ્રીમ' સુનાવણી: બનારસ કોર્ટને કહ્યું આદેશ ન આપતા

Dhruv

Last Updated: 02:16 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી આવતી કાલ સુધી ટાળી દીધી છે. સાથે વારાણસી કોર્ટની કાર્યવાહી પર પણ રોક લગાવી.

  • જ્ઞાનવાપી કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી
  • આવતી કાલે 3 વાગ્યાથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે
  • વારાણસી કોર્ટની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી શુક્રવાર સુધી ટાળી દીધી છે. આ સાથે વારાણસી કોર્ટની કાર્યવાહી પર પણ ત્યાં સુધી રોક લગાવી દેવામાં આવી છે. શુક્રવારે 3 વાગ્યાથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું કે, વારાણસી કોર્ટમાં હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈનની સુનાવણીની છેલ્લી તારીખે તબિયત ખરાબ હતી અને બુધવારે જ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

સુનાવણી દરમિયાન જુઓ કોર્ટરૂમમાં શું થયું?

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચમાં સુનાવણી શરૂ થઈ. હિંદુ પક્ષે કોર્ટમાં કહ્યું કે, અમે હજુ સુધી એફિડેવિટ દાખલ નથી કરી, આથી હજુ વધુ સમય આપવામાં આવે, જેની પર કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે તમને કોઈ સમસ્યા છે?

તેની પર મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે કોઈ સમસ્યા નથી, માત્ર દિવાલ તૂટવા અને વઝુખાનાને લઈને નીચલી કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યાર બાદ કોર્ટે કહ્યું કે, અમે આદેશ જારી કરી રહ્યાં છીએ કે કોઇ પણ એક્શન વારાણસી લોઅર કોર્ટ તરફથી ના કરવામાં આવે.

વારાણસી કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરાયો

જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટમાં સર્વેનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરી દેવાયો છે. કોર્ટ કમિશનર વિશાલ સિંહે જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં 3 દિવસના સરવેના લેખા-જોખા છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ 10થી 15 પાનાનો છે. આ રિપોર્ટ 14થી 16 મે વચ્ચે થયેલા સર્વે અંગેનો છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ જમા કરાવ્યા બાદ સ્પેશિયલ કોર્ટ કમિશનર એડવોકેટ વિશાલ સિંહે કહ્યું કે, અમે સીલબંધ કવરમાં વીડિયો ચિપ પણ દાખલ કરી છે. કોર્ટ સમક્ષ તમામ વિગતો રજૂ કરવામાં આવી છે.

રિપોર્ટ અંગે અજય પ્રતાપ સિંહે કોર્ટમાં જમા કરતા પહેલાં કહ્યું હતું કે, કોર્ટે અમને જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવાની જવાબદારી સોંપી હતી અને અમે 14, 15, 16 મેના રોજ સર્વે હાથ ધર્યો. અમે ખૂબ જ નિષ્ઠાથી સર્વે રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે 3 મહત્વની વાત કહી...

શિવલિંગ હોવાનો દાવો કરતી જગ્યાની રક્ષા કરવી જોઈએ.
મુસ્લિમોને નમાઝ અદા કરવાથી રોકવું જોઈએ નહીં.
માત્ર 20 લોકો જ નમાઝ અદા કરે છે તે આદેશ હવે લાગુ નથી.

વારાણસીની નીચલી કોર્ટે સર્વે કરવાનો આપ્યો હતો નિર્દેશ

વારાણસી કોર્ટે 16 એપ્રિલના રોજ દિલ્હીની રહેવાસી રાખી સિંહ અને બનારસની રહેવાસી લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજૂ વ્યાસ અને રેખા પાઠકની અરજી પર સર્વેનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ સર્વે માટે કોર્ટ કમિશનરની પણ નિયુક્તિ કરી હતી.

18 ઓગસ્ટ 2021ના રોજ ચારેય મહિલાઓએ એક અરજી દાખલ કરી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, જ્ઞાનવાપી પરિસરમાં હિંદુ દેવી-દેવતાઓનું સ્થાન છે. એવામાં જ્ઞાનવાપી પરિસરમાં માં શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજાની પરવાનગી આપવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ