બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Support to farmers: Purchase of groundnuts will start from today in the market yard, Agriculture Minister will be present at the yard on the first day.

ટેકાથી ટેકો / ખેડૂતોને ટેકો: આજથી માર્કેટ યાર્ડમાં શરૂ થશે મગફળીની ખરીદી, પ્રથમ દિવસે કૃષિ મંત્રી આ યાર્ડ પર રહેશે ઉપસ્થિત

Mehul

Last Updated: 11:56 PM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી રાજ્યભરના માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદી શરૂ થશે ત્યારે સરકાર વીડિયોગ્રાફીની મદદ લેશે આ ઉપરાંત CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળીની ખરીદી કરાશે.

  • આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
  • ઓક્ટોબરમાં ખેડૂત પોર્ટલ પર નોંધણી  થઈ હતી
  • કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર યાર્ડમાં રહેશે  

આજે લાભ પાંચમ.દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા વહેવારનો દિવસ.ધંધા -રોજગારને કોરોના કાળ પછી આ વખતે તેજીનો ટકોરો વાગ્યો છે .આજથી રાબેતા મુજબ ધંધા-રોજગાર પૂર્વવત થશે .ત્યારે, જે ઘડીની રાહ જોવાઈ રહી છે એ ટેકાના ભાવની મગફળી આજથી સરકાર ખરીદ કરશે. વર્ષ 2021-22 માં પ્રતિ ક્વિન્ટલ  રૂ.5,550 ના ભાવે ખરીદી કરાઈ હતી . જે વર્ષ 2020-21 માં પ્રતિ ક્વિન્ટલ રૂ.5,275ના ભાવે ખરીદી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 57,579 રાજકોટ જિલ્લામાં નોંધણી થઇ છે. અને નોંધાયેલા ખેડૂત દીઠ 2500 કિલો મગફળીની ખરીદી થશે. 

ટેકાની મગફળી ખરીદ પ્રક્રિયા ત્રણ મહિના 

રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 7.03 લાખ મેટ્રિક ટન મગફળી સરકારે ખરીદી છે તો જમીનના પ્રમાણમાં 500 કિલો બીજી વખત ખરીદીની સરકારની તૈયારી પણ છે. ટેકાના ભાવની મગફળીની પ્રક્રિયા અંદાજે  ત્રણ માસ સુધી રહી શકે છે. રાજ્યના 2.65 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે. લાભ પાંચમે ટેકાના ભાવની મગફળીની ખરીદીના મુહુર્ત માટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર યાર્ડ ખાતે હાજર રહેશે. મગફળી ખરીદી અંતર્ગત જિલ્લાઓમાં કલેક્ટરની આગેવાનીમાં ટીમ પણ બનાવવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કુલ 7,03,137 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન થયું હતું. 1 ઑક્ટોબરથી ચાલુ થયેલા આ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 1 લાખ 10 હજાર 243 થી વધુ ખેડૂતોએ મગફળી ખરીદીના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 26 હજાર 998 રજિસ્ટ્રેશન ખેડૂતો જ્યારે તે બાદ ગીર સોમનાથ જિલ્લામાં 23 હજાર 745 થી વધુ રજિસ્ટ્રેશન થયા છે. 

CCTV-વિડીયોગ્રાફી હેઠળ ખરીદ પ્રક્રિયા 

રાજ્ય સરકારે મગફળી ખરીદીને લઇને મહત્વનો નિર્ણય કરતા  લાભપાંચમથી મગફળી ખરીદી શરૂ થશે ત્યારે મગફળી ખરીદી માટે સરકાર વીડિયોગ્રાફીની મદદ લેશે આ ઉપરાંત CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળીની ખરીદી કરાશે.રાજ્યના 155 APMC કેન્દ્રો પર  મગફળીની ખરીદી થવાની છે ત્યારે સરકારે વિડીયો ગ્રાફી અને CCTVની નિગરાનીમાં આ ખરીદી થાય તેવો નિર્ણય લીધો છે.મગફળી ખરીદી વેળા કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારીઓ પણ  સુપરવિઝનનાં કામમાં જોડાશે. સાથોસાથ 450 કરતાં વધુ કર્મચારીઓનો સ્ટાફ ખરીદીના કામમાં લાગશે. કેટલીક વધારાની જવાબદારી અંતર્ગત એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત વધારાના 120 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ