Superstition:Accused of cheating a young woman in the name of Tantric ritual in Mahisagar's Lunawada
ચોખવટ /
મહીસાગરમાં તાંત્રિક વિધિના નામે યુવતી ગૂમ થયાની ફરિયાદ, વીડિયો જાહેર થતાં કેસમાં આવ્યો નવો વળાંક
Team VTV02:41 PM, 30 Dec 21
| Updated: 06:23 PM, 30 Dec 21
મહીસાગરના ગરિયા ગામે રહેતા ભુવા ધર્મેન્દ્ર પટેલ સામે યુવતીને ગુમ કરવાનો આરોપ, સામે યુવતીએ કહ્યું કોઈ તાંત્રિક વિધિ નથી કરી અમે કોર્ટ મેરેજ કર્યા છે
મહીસાગરના કોલવણથી યુવતી ગુમ
તાંત્રિક વિધિના નામે યુવતીને ફસાવવાનો આક્ષેપ
ભુવાએ યુવતીને ગુમ કર્યાનો પરિવારનો આરોપ
મહીસાગરના લુણાવાડાના કોલવણ ગામથી એક 19 વર્ષયી યુવતી ગુમ થઇ છે. યુવતી ગુમ થયા બાદ પરિવારે ગરિયા ગામના ભુવા સામે આક્ષેપ કર્યો છે. ભુવાએ તાંત્રિક વિધિ કરી યુવતીને ગુમ કરી હોવાવો આક્ષેપ કર્યો છે. યુવતી તાંત્રિક વિધિ બાદ ગુમ થઇ હતી. ભુવા છેલ્લા 2 વર્ષથી તાંત્રિક વિધિના નામે લોકોને ભેગા કરતો હતો. યુવતી ગુમ થયા બાદ પરિવારે ભુવા વિરૂદ્ધ લુણાવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.સમગ્ર મામલો મીડિયામાં આવતા યુવતી અને ભૂવા કોર્ટ મેરેજ કરી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવતી પુરાવા સાથે અને મરજીથી લગ્ન કર્યા હોવાનો વીડીયો બનાવી વાયરલ કર્યો છે.
યુવતીના પિતાએ શું કરી ફરિયાદ?
ફરિયાદીએ પોલીસ અધિક્ષક મહીસાગરને અરજી કરતાં લખ્યુ હતું કે તેઓ અરજદાર પટેલ ગૌતમ દેવા ભાઈ કાનેલા ગામ મહીસાગરના રહીશ છે, મારા પિતા પટેલ દેવાભાઈ સોમાભાઈએ લુણાવાડા પોલીસ મથકે 25 12 2021ના રોજ મારી બહેન ગુમ થયાની અરજી આપેલ હતી. પરંતુ અમારી જાણ મુજબ પટેલ ધર્મેશ ભીખાભી રહેઠાણ ગરિયા. જે અમારા ઘરે એકાદ મહિના અગાઉ અમારા કાકાના ઘરે તેમને મેલડી માતાની હાજરી આવે છે અને માતા મેલડી નો સાક્ષાત પરચો આવે છે તેમ કહી તેઓ પોતે મેલડીને ઘુણાવવાનો કાર્યક્રમ કરેલ હતો. ત્યાર પછી પણ એકવાર તાંત્રિક વિધ પણ કરેલ હતી તે દરમિયાન મારી બેનનો ભોળપણનો લાભ લઈ તેને મારી માતાજી સારી નોકરી અપાવશે તેમ કરી તેના પર પણ તાંત્રિક વિધિ કરી હતી.
વધુમાં અરજદારે કહ્યું છે કે ધર્મેશ પટેલ (ભૂવાજી) ગરિયા ગામે દર રવિવાર, મંગળવાર, અને ગુરુવારે મોટી સંખ્યામાં લોકો આવે છે અને તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી મોટા પ્રમાણમાં પૈસાનો તોડ કરે છે. હાલ મારી બેન જીવે છે કે પછી કોઈ તાંત્રિક વિધિમાં તેનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો પરિવાર આરોપ લગાવી રહ્યો છે.પાખંડી ભૂવાજીને પકડી કાર્યદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ માગણી કરવામાં આવી છે.
ગુમ થવાના બનાવમાં નવો વળાંક, યુવતીએ કર્યો મોટો ખુલાસો
મહીસાગરમાં તાંત્રિક વિધિ કરી યુવતીને ગુમ થવાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. લુણાવાડામાં ભુવા સાથે ગુમ થનાર યુવતીએ ભૂવા સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. કોર્ટ મેરેજના સર્ટીફ્રિકેટ સાથે યુવતીએ નિવેદનનો વીડિયો મોકલતા કહ્યું છે કે તાંત્રિક વિધિની વાત ખોટી છે અને હું મારી મરજીથી આવી છું. અમે ફરાર થયા પહેલા જ કોર્ટ મેરેજ કરી લીધા હતા. VTV ગુજરાતીના સળગતા સવાલ
21મી સદીમાં પણ લોકો કેમ કરે છે તાંત્રિક પર વિશ્વાસ
અનેક વખત તાંત્રિકોના કિસ્સા સામે આવ્યા બાદ પણ નથી ઉઘડતી આંખો
તાંત્રિકો પાસે જતા પહેલા કેમ નથી વિચારતા
તાંત્રિકોના કિસ્સા બાદ પણ શું કામ જવાની પડે છે જરૂર
તાંત્રિકો માત્ર મહિલાઓને ટાર્ગેટ કરતા હોવા છતાં કેમ આંધળો વિશ્વાસ