બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 10:42 AM, 21 September 2022
ADVERTISEMENT
મહાન બેટ્સમેન સુનીલ ગાવાસ્કરે ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયા સામે પહેલી ટી20 મેચમાં મળેલી હાર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ડેથ ઓવરોમાં વારંવાર નિષ્ફળતા માટે ભારતીય પેસર ભુવનેશ્વર કુમારને જવાબદાર ગણાવ્યા છે. મોહાલીમાં મંગળવારે રમવામાં આવેલી ત્રણ મેચોનાં પહેલા મુકાબલામાં 208 રન બનાવ્યા છતાં પણ ભારતે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
ભુવીએ આપ્યા 52 રન
અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ મુકાબલામાં ખરાબ પ્રદર્શન કર્યું છે. તેમણે દાવની ખૂબ જ મહત્વની 19મી ઓવરમાં બોલિંગ કરી હતી. આ તેમની છેલ્લી ઓવર હતી પણ ભુવીએ તેમાં 16 રન આપ્યા. આ ઓવરે જ મેચનું પરિણામ નક્કી કર્યું. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 13નાં ઈકોનોમી રેટથી કુલ ૫૨ રન આપ્યા. તેમનું પ્રદર્શન આ મુકાબલામાં ભારતીય બોલર્સમાં સૌથી ખરાબ રહ્યું છે.
ગાવાસ્કરે વ્યક્ત કરી ચિંતા
sunil ગાવાસ્કરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આપણે સારી બોલિંગ નથી કરી. આ એક મોટી ચિંતા છે. ભુવનેશ્વર કુમાર જેવો બોલર દરેક વખત રન લુંટાવી રહ્યો છે. ભારતને પાકિસ્તાન, શ્રીલંકા અને હવે ઓસ્ટ્રેલીયાએ હરાવ્યું. તેમની પાસેથી ત્રણ મેચોમાં 18 બોલ (ડેથ ઓવર્સ)માં આશા રાખવામાં આવે છે કે તેઓ સારું પ્રદર્શન કરે પણ તેમણે આ ત્રણ મુકાબલામાં 19મી ઓવરમાં કુલ મળીને 49 રન આપ્યા છે, જે લગભગ ૩ રન પ્રતિ ઓવર થયા. તેમના અનુભવ અને ક્ષમતાને જોઇને તમે આશા રાખો છો, કે તેઓ 35-36 રન આપશે. આ વાસ્તવમાં ચિંતાનો વિષય છે.
હર્ષલનો કર્યો બચાવ
ભુવનેશ્વર ઉપરાંત પેસર હર્ષલ પટેલ પણ ઘણાં મોંઘા સાબિત થયા. તેમણે ઈજા બાદ વાપસી કરી છે. હર્ષલે ચાર ઓવરોમાં 49 રન આપ્યા. જોકે, ગાવસ્કરે તેમનો બચાવ કરતા કહ્યું કે આ વાપસી બાદ હર્ષલની પહેલી મેચ હતી. તેઓ કહે છે કે હર્ષલ સામાન્ય રીતે સારી બોલિંગ કરે છે. એ ન ભૂલવું જોઈએ કે લાંબા બ્રેક બાદ તેઓ પાછા ફર્યા છે. એટલા માટે બોલર્સ માટે વર્લ્ડ કપ પહેલા વધારે ઓવર્સ ફેંકવી ખૂબ જ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.