બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / ભાવનગર / Suicide of 27-year-old girl by writing suicide note in Bhavnagar: Youth was harassing on the basis of photo-video

સુરક્ષા સામે સવાલ / ભાવનગરમાં સુસાઇડ નોટ લખી 27 વર્ષની યુવતીનો આપઘાત: ફોટો-વીડિયોના આધારે હેરાન કરતો હતો યુવક

Vishal Khamar

Last Updated: 05:04 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લામાં હવે માથાભારે યુવકો દ્વારા યુવતીઓ ને પજવવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ ફરી એક વખત ગારીયાધાર પંથકની 27 વર્ષીય યુવતીએ યુવકના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે.

  • ભાવનગરમાં કાયદો વ્યવસ્થા પર અનેક સવાલ
  • એક મહિનામાં ત્રીજો બનાવ જેમાં યુવકના ત્રાસથી યુવતિએ જીમ ગુમાવ્યો
  • યુવક ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો
મૃતક યુવતિ- રવિના કાનાણી

 ભાવનગર જિલ્લામાં હવે માથાભારે યુવકો દ્વારા  યુવતીઓ ને પજવવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ  ફરી એક વખત ગારીયાધાર પંથકની 27 વર્ષીય યુવતીએ યુવકના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે સચિન વોરા નામનાં યુવકે યુવતીને એટલી હદે મજબૂર કરી કે યુવતીએ સુસાઇડ નોટ લખી મોતને વ્હાલું કરવું પડ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવતા રાજ્યભરમાં તેના ધેરા પડઘા પડ્યા છે દીકરીઓની સલામતી માટે રાજ્યના ગૃહ મંત્રી દ્વારા આવારા તત્વો પર લગામ લગાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ ઉઠી છે

મૃતક યુવતિની માતા

ખેતી કામ કરી ગુજરાન ચલાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું
એક તરફ સરકાર દીકરીઓની સલામતી માટે ગુજરાતનું ઉદાહરણ આપતી હોય છે જ્યારે બીજી તરફ ભાવનગર જિલ્લામાં દીકરીઓને સલામતી રહી જ ન હોય તે પ્રકારે બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાસા ગામે ખેતી કામ કરી ગુજરાત ચલાવતા પરિવાર પર આભ તુટ્યો છે 

યુવતિએ લખેલી સ્યુસાઈટ નોટ

યુવક ફોટાઓ વાયલર કરી દેવાની ધમકી આપતો હતો
બનાવની વિગત એ મુજબ છે કે સચિન વોરા નામનો યુવક રવિના બેન કાનાણી નામની 27 વર્ષીય યુવતીને છેલ્લા બે મહિનાથી લગ્ન કરવા માટે મજબૂર કરી ધાકધમકી આપી ફોટાઓ વાયરલ કરી બ્લેકમેલિંગ કરતો હતો જેથી કંટાળી જય રવિના નામની યુવતીએ તારીખ 10-1-2023 ના રોજ એક સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી

આર.આર.સિંઘાલ- તપાસ અધિકારી

એક મહિનામાં આ ત્રીજો બનાવ જેમાં યુવતિએ યુવકના ત્રાસથી મોતને વ્હાલું કર્યું
બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર રવિના કાનાણી નામની યુવતી એ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ઘરકામ કરી જીવન જીવી રહ્યા હતા પરંતુ છેલ્લા બે મહિનાથી આરોપી સચિન વોરા નામના યુવકે દીકરીને વારંવાર ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરી નાખી હતી ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો આ એક મહિનામાં ત્રીજો એવો બનાવ છે કે જેમાં યુવતીએ યુવકના ત્રાસથી જીવન ટૂંકાવવું પડ્યું છે. 

આરોપી યુવક-સચિન વોરા

કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો 
ભાવનગર જિલ્લાની  દીકરીઓ પણ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહી છે દીકરીની આત્મહત્યા બાદ ફરી એક વખત સમાજ તેમની સાથે રહીને આરોપી વિરોધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે જો આ જ પ્રમાણે દીકરીઓની સલામતી નહીં જળવાઈ તો ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઊભા થઈ શકે છે જો કે આ મામલે પોલીસે તાત્કાલિક અસર થી સચિન ની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે 

ગારીયાધાર પોલીસ સ્ટેશન

આ બનાવ બાદ મહિલાઓની સુરક્ષા ને લઈ અનેક સવાલો ઊભા થયા છે
દીકરીની આત્મહત્યા બાદ ગારીયાધાર પોલીસે સુસાઇડ નોટ નો કબજો કરી આરોપી સચિન વોરા ની ધરપકડ કરી લીધી છે સચિન વોરા નામનો યુવક આ જ ગામનો હોવાનું ખૂલ્યો છે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે ફરી એક વખત અન્ય કોઈ દીકરીને પરેશાન અને બ્લેકમેલિંગ કરવામાં ન આવે અને સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા કરવામાં આવે તેવી મૃતક દીકરીના પિતાએ હૈયા વેદના ઠાલવી હતી જોકે આ ઘટના બનતા ની સાથે જ ફરી એક વખત મહિલા સુરક્ષા ને લઈ ભાવનગરમાં અનેક સવાલો ઊભા થયા છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ