બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Stunning natural scenery with rain falling in Dangs

નયનરમ્ય / VIDEO: સોળે કળાએ ખીલી ઉઠ્યું ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન, ધુમ્મસવાળા વાતાવરણમાં ટુરિસ્ટ્સને પડી મોજ

Khyati

Last Updated: 01:40 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ડાંગમાં ધીમી ધારે વરસાદ વરસતા સર્જાયા નયન રમ્ય દ્રશ્યો, પ્રકૃતિ સોળ કળાએ ખીલી ઉઠી

  • ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
  • ડાંગમાં વરસાદને લીધે સર્જાયા આહલાદ્ક દ્રશ્યો
  • ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટતા વાહનચાલકો પરેશાન 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.. મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.  ત્યારે ગુજરાતનું સ્વર્ગ ગણાતા ડાંગમાં ચોમાસાને લઇને કંઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. ડાંગનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ એવી જગ્યા છે જ્યાં કુદરતની નજીક રહ્યા હોય તેવી લાગણી થાય. ત્યારે વરસાદને લઇને ડાંગના અદભૂત દ્રશ્યો સામે આવ્યા છે. 

ડાંગમાં સોળે કળાએ ખીલી પ્રકૃતિ

ડાંગ જિલ્લામાં પણ ચોમાસુ જામ્યું છે. ડાંગના આહવા, વઘઈ, સુબિર અને સાપુતારામાં વરસાદ પડી રહ્યો છે.  ધીમીધારે  વરસાદ થતા ડાંગમાં આહલાદ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે.  ત્યારે વાત કરીએ ગીરીમથક સાપુતારાની તો જાણે અહીં આવીને માઉન્ટ આબુમાં હોઇએ તેવો અહેસાસ થાય. કારણ કે વરસાદી માહોલ વચ્ચે ગાઢ ધુમ્મસ, વાતાવરણમાં ઠંડકની લહેર અને પાછુ વળી પ્રકૃતિનો સુંદર નજારો. આવા કુદરતી માહોલમાં રહેવુ કોને ન ગમે, ત્યારે સાપુતારામાં પણ ચોમાસુ જામતા પ્રવાસીઓએ આ તરફ દોટ મૂકી છે. કુદરતનો આ નજારો માણવા માટે સાપુતારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.  ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોએ ધોળા દહાડે લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે. કારણ કે ધુમ્મસને લીધે વિઝિબલિટી ઘટી જતા વાહનચાલકોએ થોડી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 

 

ગુજરાતમાં મેઘો ધોધમાર

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.  વલસાડમાં મેઘાએ તોફાની બેટિંગ કરી.વલસાડમાં સરેરાશ 4.48 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે વાપીમાં 2.27 ઈંચ અને ઉમરગામમાં 2 ઈંચ વરસાદ થયો છે. જ્યારે કપરાડામાં 1.4 ઈંચ અને ધરમપુરમાં 1.20 ઈંચ વરસાદ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આતુરતાનો અંત આવ્યો છે. ડીસા સહિતના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ થઈ ગયો હતો.  તેમજ બોટાદમાં વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. રાણપુરની ભાદર નદીમાં નવા નીરની આવક  થવા લાગી છે 

4 દિવસ સાર્વત્રિક વરસાદની આાગહી

રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  પરિણામે હાલમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ