બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / સુરત / Student Wings, ABVP and NSUI strongly protested against the paper leak issue and made this important demand to the government.

ગાંધીનગર / પેપરલીક મામલે વિદ્યાર્થી પાંખો મેદાને, ABVP અને NSUIએ કર્યો જોરદાર વિરોધ, સરકાર સમક્ષ કરી આ અગત્યની માંગ

Vishal Khamar

Last Updated: 07:28 PM, 29 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનિયર ક્લાર્ક પેપરલીંક મામલે વિદ્યાર્થીઓના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર, વલસાડ અને રાજકોટમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

  • કર્મયોગી ભવન બહાર એબીવીપી દ્વારા સુત્રોચ્ચાર કરી દેખાવો 
  • વલસાડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ પ્રદર્શન
  • 20 દિવસમાં પરીક્ષા ફરી લેવાની એબીવીપીની માંગ

 એબીવીપી દ્વારા ગાંધીનગર ખાતે પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી બહાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા દેખાવ કર્યો હતો. ત્યારે કાર્યકરો દ્વારા કર્મયોગી ભવન બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓએ બહાર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. ત્યારે એબીવીપી દ્વારા સાત માંગણીઓ કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં એબીવીપીનું આવેદનપત્ર

શું માંગણીઓ હતી

  • સરકાર દ્વારા 100 દિવસની અંદર જે પરીક્ષા લેવાનું કહ્યું છે તેની જગ્યાએ 24 કલાકમાં પરીક્ષા લેવી.
  • આગામી સમયમાં જો પરીક્ષા લેવામાં આવે તો તેમને આવવા જવાનો ખર્ચ, રહેવા અને જમવાનો ખર્ચની જવાબદારી સરકારની
  • આરોપીઓ સામે રાજદ્રોહનો ગુનો લાગે તેમજ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરાય
  • તેમજ પંચાયત સેવા પસંદગી મંડળમાં જે જગ્યાઓ ખાલી છે તેને તાત્કાલીક ભરવામાં આવે
વલસાડમાં એબીવીપીનું ચક્કાજામ

કાર્યકર્તાઓએ વલસાડના ધરમપુર ચોકડી પર કર્યા ચક્કાજામ
વલસાડમાં પણ જુનિયર ક્લાર્કની પરીક્ષાનાં પેપર લિંક મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રોષે ભરાયું હતું. કાર્યકર્તાઓએ વલસાડના ધરમપુર ચોકડી પર ચક્કાજામ કર્યું હતું. ત્યારે વારંવાર પેપર ફૂટવાની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો. પોલીસે આવી કાર્યકર્તાઓની અટકાયત કરી ડીટેઈન કર્યા હતા.

રાજકોટમાં એબીવીપીનો વિરોધ

કિસાનપરા માં ABVP ના કાર્યકરો દ્વારા વિરોધ
રાજકોટમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીંક મામલે કિસાનપરામાં એબીવીપીનાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી 100 દિવસમાં નહી 20 દિવસમાં પરીક્ષા લેવાની માંગ કરી હતી.

રાજકોટમાં એનએસયુઆઈનો વિરોધ

રાજકોટમાં પરિક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ અટવાયા 
રાજકોટમાં પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા સરકારનો વિરોધ કરાયો હતો. બસ પોર્ટ પર વિદ્યાર્થીઓના સમર્થનમાં વિદ્યાર્થી સંગઠનના નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિરોધ કરી રહેલા NSUI કાર્યકરોની પોલીસે કરી અટકાયત
જુનિયર ક્લાર્ક પેપર લીંક મામલે રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીંક મુદ્દે એનએસયુઆઈ દ્વારા એસટી ડેપો ખાતે વિરોધ કરાવ્યો હતો. વિરોધ કરી રહેલ એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે અટકાયત કરી કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ