Student shiv kampani Created Fire information Device surat
સિદ્ધી /
તક્ષશિલા દુર્ઘટના બાદ સુરતના 14 વર્ષના વિદ્યાર્થીએ બનાવ્યું અદભૂત ડિવાઇસ, આગ લાગે કે તરત...
Team VTV04:54 PM, 15 Jun 19
| Updated: 11:18 PM, 15 Jun 19
સુરતમાં તક્ષશિલા બિલ્ડિંગમાં બનેલી આગ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. ત્યારે આવી બીજી કોઇ દુર્ઘટના ન બને તે માટે સુરતના એક વિદ્યાર્થીએ અદભૂત ડિવાઇસ બનાવ્યું છે.
સુરતના 14 વર્ષના વિદ્યાર્થીની અનોખી સિદ્ધી મેળવી છે. શિવ કંપાણી નામના વિદ્યાર્થીએ આગ લાગે તો અલર્ટ કરતું ડિવાઇસ બનાવ્યું છે. આ આગ અલર્ટ ડિવાઇસ આગ લાગે એટલે મોબાઇલ પર અલર્ટ મેસેજ મોકલશે. રોબો ટેકનોલોજી ડિવાઇસથી આગના સમયે અલર્ટ મેસેજ મળશે.
જોકે આગ લાગે ત્યારે આ ડિવાઇસ મોબાઇલમાં મેસેજની સાથે રિંગ પણ મોકલશે. જે ઓફિસમાં મોબાઇલ અલાઉડ ન હોય ત્યાં આ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ડિવાઇસ આગની સાથે ગેસની માત્રા વધતા પણ અલર્ટ કરે છે.
કેવી રીતે કરે છે કાર્ય?
આગ લાગતા પહેલા જ અલર્ટ કરી દે છે. શોર્ટ સર્કિટ થાય કે ગેસનું પ્રમાણ વધુ હોય તો 30 સેકેન્ડ સુધી વાગે છે. મોબાઇલ પર ઇમેઇલ મોકલે છે, મેસેજ કરે છે અને કોલ પણ કરે છે. ગેસની માત્રા જો વધુ થાય ત્યારે આ ડિવાઇસ અલર્ટ કરે છે. આ ડિવાઇસ ગેસની માત્રા અનુસાર કાર્ય કરે છે.
મહત્વનું છે કે, શિવ કંપાણીએ સુરતની તક્ષશિલા આગ બાદ આગ અલર્ટ ડિવાઇસ બનાવ્યું છે. સુરતમાં તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગમાં 20થી વધુના મોત થયા છે.
સુરતના 14 વર્ષના વિદ્યાર્થીએ બનાવ્યું અદભૂત ડિવાઇસ
ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) પોતાના ફેન્સને જિંદગીના 5 સૌથી જરૂરી પાઠ બતાવ્યા છે. પ્રિયંકાનો આ વીડિયો ઘણો ઇન્ટરેસ્ટીંગ છે. પ્રિયંકાનો આ વીડિયો એ ટ્રોલર્સ માટે પણ છે, જે એવું માને છે કે...