બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / stuart binny announces retirement from first class and international cricket

સંન્યાસ / એક મેચમાં માત્ર ચાર રન આપીને છ વિકેટ, ભારત તરફથી વનડે માં સૌથી સારી બોલિંગ કરનાર બોલરની નિવૃત્તિ

Premal

Last Updated: 02:52 PM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારત માટે છ ટેસ્ટ, 14 વન-ડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા બિન્ની લાંબા સમયથી ભારતીય ટીમમાંથી આઉટ છે. તેમણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ (ટી-20) 27 ઓગષ્ટ 2016ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.

  • સ્ટુઅર્ટ બિન્ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લેશે નિવૃત્તિ
  • બિન્ની લાંબા સમયથી ભારતીય ટીમમાંથી આઉટ
  • બિન્નીએ ભારત માટે છ ટેસ્ટ, 14 વન-ડે મેચ રમી

આંતરરાષ્ટ્રીયટ દેશનું પ્રતિનિધિત્વ કર્યુ, જેનો મને ગર્વ: બિન્ની

બિન્નીએ એક નિવેદનમાં કહ્યું, હું તમને જાણ કરુ છુ કે મેં પ્રથમ શ્રેણી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, આંતરરાષ્ટ્રીય દેશનું પ્રતિનિધિત્વ કરવાથી મને ખૂબ આનંદ થયો જેનો મને ગર્વ છે. બિન્નીએ ભારતીય ક્રિકેટ બોર્ડ, અલગ-અલગ ટીમો, અન્ય ખેલાડીઓ અને કોચનો આભાર વ્યક્ત કર્યો.  જેમણે એક ખેલાડી તરીકે આગળ વધારવાની દિશામાં તેમની મદદ કરી હતી.

બિન્નીએ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો

બિન્નીના નામે આજે પણ ભારત માટે વન-ડેમાં ફાસ્ટ બોલિંગનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમણે બાંગ્લાદેશની સામે વર્ષ 2014માં ઢાકામાં રમાયેલી વન-ડે મેચમાં ફક્ત 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેમણે અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો. જેમણે 1993માં વેસ્ટ ઈન્ડિઝ સામે 12 રન આપીને 6 વિકેટ લીધી હતી. બિન્નીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 194 રન અને ત્રણ વિકેટ નોંધાયેલી છે. તો આંતરરાષ્ટ્રીય વન-ડે મેચમાં તેમણે 230 રન અને 20 વિકેટ લીધી છે.  જ્યારે ત્રણ ટી-20માં બિન્નીના નામે 35 રન અને એક વિકેટ નોંધાયેલી છે. બિન્નીએ પ્રથમ કક્ષાની 95 મેચોમાં 4796 રન બનાવ્યાં છે. આ સિવાય 148 વિકેટ પણ લીધી છે. તો 100 લિસ્ટ એ મેચોમાં 1788 રન બનાવવાની સાથે 99 વિકેટ પણ પ્રાપ્ત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ