બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Strict order of Gujarat High Court: Buildings without NOC will be sealed, action will be taken in fire safety case
Priyakant
Last Updated: 03:34 PM, 14 June 2022
ADVERTISEMENT
રાજ્યમાં હવે ફાયર સેફ્ટી વગરની ઇમારતોને લઈ હાઇકોર્ટે મોટો હુકમ કર્યો છે. હાઇકોર્ટે NOC વગરની ઇમારતો સીલ કરવા AMCને હુકમ કર્યો છે. અમદાવાદમાં કેટલીય ઇમારતો અને રહેણાંક મકાનો પાસે ફાયર NOC ન હોવાનું મનાઈ રહ્યું છે. જોકે હવે હાઇકોર્ટના આદેશ બાદ ફાયર સેફ્ટી નહીં રાખનારઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અરજદારે કોર્ટમાં કર્યો મોટો ખુલાસો
ADVERTISEMENT
એક અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોને લઈ રજૂઆત કરી હતી. જે બાદમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોના આંકડા સાંભળી કોર્ટ પણ આશ્ચર્યચકિત થઇ હતી. જેમાં અરજદારે રજૂ કરેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 1126 રહેણાંક બિલ્ડિંગ અને 26 કોમર્શિયલ બિલ્ડીંગો પાસે ફાયર NOC નથી.
NOC વગરની ઇમારતો સીલ કરો: હાઇકોર્ટ
અરજદારે હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોના રજૂ કરેલ આંકડાને લઈ હાઇકોર્ટે મોટો હુકમ કર્યો છે. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનને NOC વગરની ઇમારતો સીલ કરવા હુકમ કર્યો છે. આ સાથે ફાયર સેફ્ટી ન હોય તેની સામે કડક પગલં લેવા HCએ ટકોર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.