બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Stone pelting on police in Ahmedabad Shaher Kotda

કાર્યવાહી / અમદાવાદમાં પથ્થરમારાની ઘટના બાદ શહેર કોટડા પોલીસ એક્શનમાં: 28 આરોપીઓને દબોચ્યાં, જાણો સમગ્ર ઘટના

Malay

Last Updated: 05:49 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શહેર કોટડામાં પોલીસ પર પથ્થરમારા મામલે પોલીસે 28 આરોપીઓની ધરપકડ કરી છે. બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

 

  • શહેર કોટડામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનાનો મામલો
  • પોલીસે 28 આરોપીની કરી ધરપકડ
  • બુધવારે પોલીસ પર થયો હતો પથ્થરમારો

અમદાવાદના શહેર કોટડામાં ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમના આધારે માહિતી મળતા PCR વાન ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

શહેર કોટડામાં મોડી રાત્રે પથ્થરમારો 
પોલીસની કામગીરી દરમિયાન અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટનામાં 2 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

32 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ 
આ મામલે પોલીસે પથ્થરમારો કરનાર 32 આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. સાથે જ પોલીસે 150થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાંથી પોલીસે આખી રાત કાર્યવાહી કરીને 28 લોકોની ધરપકડ કરી છે. 

પોલીસે 28 આરોપીઓની કરી ધરપકડ
આ પથ્થરમારાની ઘટનામાં કોણ-કોણ સામેલ હતા અને ક્યાં કારણોસર આ જૂથ અથડામણ સર્જાઈ હતી તે અંગે હાલ પોલીસ દ્વારા 28 લોકોની પૂછપરછ ચાલી રહી છે. 

ગયા મહિને સાવલીના તલાવડી વિસ્તારમાં થયો હતો પથ્થરમારો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને વડોદરાના સાવલીમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમાં 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શહેરના સાવલીના તલાવડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું. તલાવડી વિસ્તારમાં એકાએક બે જૂથ વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમાં 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. જોકે આ ઘટનાની પોલીસને જાણ થતા જ તુરંત ઘટનાસ્થળે સાવલી પોલીસ પહોંચી ગઇ હતી. બાદમાં પોલીસે ટોળાને વિખેરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ