Stone pelting during Lord Rama's procession in Vadodara
BIG BREAKING /
વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે
Team VTV02:15 PM, 30 Mar 23
| Updated: 02:42 PM, 30 Mar 23
વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો મોટો કાફલો સ્થળે દોડી આવ્યો છે.
વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ
ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ
શોભાયાત્રા સમયે રામજીની મૂર્તિ પર પથ્થરમારો
દેશભરમાં આજે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ છે.
મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ
રામનવમીની ભગવાન શ્રીરામની શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી નીકળતા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક અસમાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરીને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
હાલ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છેઃ DCP
આ બનાવ અંગે DCP ઝોન 3 યશપાલ જગાનીયાએ જણાવ્યું કે, સિટી પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ વધી ગઈ છે. હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.