તહેવારોની સિઝન અગાઉ સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. શેરમાર્કેટનાં છેલ્લા કેટલાક સમયથી સતત ચાલી રહ્યો છે તેજીનો માહોલ.
તહેવારોની સિઝનમાં શેર માર્કેટ પણ ગરમ ગરમ થઈ ગયું છે. છેલ્લા કેટલા દિવસથી સતત વધી રહેલા સેન્સેક્સ અને નિફ્ટી આજે રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચ્યા હતા.
સેન્સેક્સ 62000ને પાર
આજે નિફ્ટી 18,600 ની નવી સપાટીએ પહોંચી ગયો હતો. સેન્સેક્સ 62000 નો આંકડો પાર કરી ગયો હતો. આજે સવારે 263 પોઈન્ટ વધીને 62,030 ની સપાટીએ ખૂલ્યો હતો. તો સામે નિફ્ટી 96 પોઇન્ટ્સનાં વધારા સાથે 18,553 નાં સ્તરે પહોંચી ગયો હતો.
આજે આ કંપનીઓ માટે મહત્વનો દિવસ
શેર માર્કેટના નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસાર આજે મંગળવારે હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, 5 પૈસા કેપિટલ , એસીસી, કન્સોલિડેટેડ કન્સ્ટ્રક્શન કોન્સર્ટીયમ ડીસીએમ શ્રીરામ, હાઈડલબર્ગ સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, જેએસડબલ્યુ સ્ટીલ, જ્યુબિલન્ટ ઈન્ગ્રેવિયા, એલ એન્ડ ટી ટેકનોલોજી સર્વિસીસ, માસ્ટેક, નવીન ફ્લોરિન ઈન્ટરનેશનલ, નેલ્કો, નેટવર્ક 18 મીડિયા, ઓરિએન્ટલ હોટેલ્સ, રેલીસ ઈન્ડિયા, રાણે બ્રેક લાઈનિંગ, શક્તિ પંપ, સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રીઝ, સોનાટા સોફ્ટવેર, ટાટા સ્ટીલ, ટીવી 18 બ્રોડકાસ્ટ વગેરે તેમના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.
માર્કેટમાં તેજીનો માહોલ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા સેન્સેક્સ નિફ્ટીએ માર્કેટમાં તેજીનો માહોલ ઊભો કરી દીધો છે. હજુ તહેવારોમાં માર્કેટ નવી ઊંચાઈ પકડશે એવી સંભાવના છે. ત્યારે લોકો આ સમયને ઈન્વેસ્ટ્મેંટ્સ માટે સારો સમય માની રહ્યા છે.