Statement of Yuvraj Jayveer Rajsinh on the demand of Morari Bapu to give Bharat Ratna to Maharaja Krishnakumar Singhji
બુલંદ અવાજ /
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની મોરારી બાપુની માગ પર યુવરાજ જયવીરરાજસિંહે જુઓ શું કહ્યું
Team VTV11:36 PM, 04 May 22
| Updated: 11:39 PM, 04 May 22
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવાની માગ ઉઠી, મોરારીબાપુએ પણ કર્યું સૂચન
મોરારી બાપુનું સરકારને સૂચન
“કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન મળે”
યુવરાજ જયવીરરાજસિંહે સૂચનને આવકાર્યું
ભાવનગર શહેરના 300મા સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે ભાવનગરના પ્રાતઃ સ્મરણીય રાજવી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ ઉઠી છે.આ માગ કરી છે જાણીતા કથાકાર મોરારીબાપુએ.ત્યારે અન્ય કેટલાક આગેવાન અને નેતાઓએ પણ સૂરમાં સૂર પુરાવ્યા છે.
યુવરાજ જયવીરરાજસિંહે મોરારી બાપુના સૂચનને આવકાર્યું
જાણીતા કથાકાર મોરારીબાપુ એ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને મરણોત્તર ભારત રત્ન આપવાના સરકાર ને કરેલા સૂચન ને ભાવનગર સ્ટેટ યુવરાજ જયવીરરાજસિંહ એ આવકાર્યું છે અને કહ્યું કે મને એમ થાય છે કે સૌ પ્રથમ રજવાડું સોપી દેનારા મહામાનવને આજ સુધી કેમ ભારત રત્ન અપાયો નથી રાજકારણ શબ્દ ખોટો છે રાજકારણ એ લોકતંત્રની સેવા કરવાનો શબ્દ છે સેવા નહીં તો એ નોકરી છે અને એ નોકરી તમારે જનતા ના ઈશારે કરવી પડશે
કથાકાર મોરારીબાપુએ પૂરાવ્યા સૂર
હાલ ભાવનગર શહેરના 300મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી ચાલી રહી છે.. તેવામાં ભારતના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની માગ ઉઠી છે.. અનેક સંસદ સભ્યો અને સંસ્થાએ આ માગ કરી હતી. જેમાં આજે જાણીતા કથાકાર મોરારીબાપુએ પણ સૂરમાં સૂર પરોવ્યા છે.. મોરારી બાપુએ કહ્યું કે ભારત રત્ન સાથે એરપોર્ટનું નામ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામ પર રાખવામાં આવે.
દેશની અખંડતામાં છે મહત્વનું યોગદાન
આખરે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ કેમ થઈ રહી છે એ સવાલ સૌ કોઈના મનમાં થતો હશે.તમે કદાચ જાણતા હશો કે આઝાદી પહેલા ભાવનગરનું નામ ગોહિલવાડ સ્ટેટ હતું. કૃષ્ણકુમારસિંહજીનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં જ થયો હતો. પિતાના અવસાન બાદ 1919માં તેમને ભાવનગરની ગાદી સંભાળી હતી.તે સમયે તેમની ઉંમર ફકત 7 વર્ષની હતી. અને અંગ્રેજ હકૅમત હેઠળ 1931 સુધી શાસનની ધુરા સંભાળી હતી. ભારત આઝાદ થયું તે સમયે રજવાડાઓના વિલિનીકરણની યોજના બની.તે સમયે સરદાર પટેલને મહારાજાએ 1700 ગામ સાથેનું ભાવનગરનું રજવાડું સરકારને સોંપ્યું હતું કૃષ્ણકુમારસિંહજીના આ કાર્યથી પ્રેરાઈને અન્ય રાજાઓએ પણ રજવાડા દેશની અખંડતા માટે સોંપ્યા અને ભારત દેશ અખંડ થયો.
પૂર્વ સાંસદ રાજુ રાણાએ પીએમ મોદીને લખ્યો પત્ર
ભાવનગરના પૂર્વ સાંસદ રાજુ રાણાએ ભારત રત્ન મુદ્દે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. સાથે ઈતિહાસવિદો પણ માની રહ્યા છે કે મહારાજા કૃષ્ણકુમારશસહજીને મરણોત્તર ભારત રત્ન અવોર્ડ મળવો જોઈએ.હવે જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની એક માગ ઉભી થઈ છે અને મોરારી બાપુએ પણ સૂરમાં સૂર પરોવ્યા છે. ત્યારે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજશસહે પણ આવકાર્યું છે હાલ તો ભાવનગરની જનતા, નેતાઓ અને ઈતિહાસવિદો પણ માની રહ્યા છે કે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળવો જોઈએ. ત્યારે સરકાર આ અંગે શું માને છે અને શું નિર્ણય લે છે તે આગામી દિવસોમાં જ જાણી શકાશે.