બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of Jagdish Thakor on Jayaraj Singh Parmar's resignation from gujarat Congress

વાર-પલટવાર / જગદીશ ઠાકોર તો ગાજ્યાં, જયરાજસિંહના રાજીનામાં બાદ પ્રથમ નિવેદન, કહ્યું કોંગ્રેસને નચાવવાનું બંધ કરે

Vishnu

Last Updated: 08:10 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયરાજસિંહે કહ્યું જગદીશ ઠાકોરે મને મનાવવાના કોઈ પ્રયાસ કર્યા નથી, વળતો જવાબ બધા પાર્ટીની શિસ્તમાં રહે અને મન ફાવે તેમ કોંગ્રેસને નચાવવાનું બંધ કરે

  • જયરાજસિંહ અંગે બોલ્યાં જગદીશ ઠાકોર
  • "કોંગ્રેસ એક-બે વ્યક્તિથી ચાલતી પાર્ટી નથી"
  • "કોંગ્રેસને મુશ્કેલીઓ થાય એવું કામ ન કરે"

જયરાજસિંહે રાજીનામાં પાછળ અનેક કારણ બતાવ્યા હતા પણ એમાનું એક કારણ આંખે વળગે તે હતું કે પક્ષના મોટા નેતા નારાજ હોવા છતાં પણ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એક પણ વખત મનાવવાનો પ્રયાસ કર્યો ન હતો. ત્યારે જયરાજસિંહ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે પરિવારની ચિંતા હોય તો હું વ્યક્તિગત ધ્યાને લઉં છું પણ મારી ઇચ્છા છે કે બધા પાર્ટીની શિસ્તમાં રહે અને મન ફાવે તેમ કોંગ્રેસને નચાવવાનું બંધ કરે કારણ કે કોંગ્રેસ એક-બે વ્યક્તિથી ચાલતી પાર્ટી નથી જેથી કોંગ્રેસ સંગઠનને મુશ્કેલીઓ થાય એવું કામ ન કરે અને સ્પષ્ટતા કરો કે રહેવું છે કે નહીં. 

કોંગ્રેસને અલવિદા કહેવાના તેમના અંગત કારણો : સી.જે.ચાવડા
જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહ્યું છે.આ મામલે કોંગ્રેસના દંડક સી.જે.ચાવડાએ કહ્યું કે, જયરાજસિંહ પરમારને પદને લઇને કોઇ નારાજગી નહતી.કોંગ્રેસે તેમને સંગઠનમાં સારું પદ આપ્યું હતું.હાલ કોંગ્રેસની સરકાર નથી એટલે પદને લઇને કોઇ નારાજગી ન હોવી જોઇએ.કોંગ્રેસને અલવિદા કહેવાના તેમના અંગત કારણો હોઇ શકે છે.ગાંધીનગર મનપાની ચૂંટણીમાં જવાબદારી જયરાજસિંહે નિભાવી હતી.

કોંગ્રેસના કાર્યકર્તાઓએ શું કહ્યું?
જયરાજસિંહે કોંગ્રેસ છોડ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઘરે વાસણ ખખડે, નારાજગી પણ હોઇ શકે. નારાજગીનું સમાધાન કરવામાં આવશે. પક્ષને નુકશાન થાય એવું અમે ક્યારેય ઇચ્છા નહીં રાખીએ. યુથને જોડી નાખનાર જયરાજસિંહને પક્ષ નહીં છોડવા દઇએ. પાર્ટીમાં સાથે કામ કરતા હોય ત્યારે મતભેદ થાય પરંતુ જયરાજસિંહને સમજાવીને પરત લાવીશું.

ભાજપમાં જોડાવાનું લગભગ નિશ્ચિત
જયરાજસિંહે કોંગ્રેસને રામ રામ કહેતાની સાથે રાજકીય ગરમાવો શરૂ થઇ ગયો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જયરાજસિંહ 2 દિવસમાં પોતાની રણનીતિ જાહેર કરશે. હાલ જયરાજસિંહનું ભાજપમાં જોડાવાનું નિશ્ચિત લાગી રહ્યું છે. જયરાજસિંહ ભાજપના કેન્દ્રીય નેતાઓને મળી ચૂક્યા છે. ગુજરાત ભાજપના નેતાઓને કેન્દ્રીય નેતૃત્વની સૂચના મળ્યે નિર્ણય કરવામાં આવશે.

કોંગ્રેસ સમુદ્રમાંથી કૂવો બની ગઈ છે: જયરાજ સિંહ, પૂર્વ કોંગ્રેસ પ્રવક્તા
જયરાજ સિંહે હાથનો સાથ છોડી તમામને ચોંકાવી દીધા છે. ત્યારે કોંગ્રેસનો હાથ છોડવા પાછળ કેટલાક કારણો જયરાજ સિંહ દ્વારા આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા તેમનો સતત અનાદર કરવામાં આવ્યો હોવાનું કારણ જયરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જયરાજ સિંહે વર્ષ 2012થી સતત ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષ પાસેથી ટિકિટની માંગણી કરી હતી પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. ટિકિટ ન મળવા છતાં તેઓ કોંગ્રેસ માટે ખંતથી કામ કરી રહ્યા હતાં. પરંતુ હવે તેમણે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે તેમણે તેના સાથી કાર્યકરોને પત્ર લખી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પક્ષના આંતરિક માળખા અને સિસ્ટમથી હારી કોંગ્રેસ છોડી હોવાનો ઉલ્લેખ કર્યો હતો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ