બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of CM Bhupendra Patel in Bharuch
Vishnu
Last Updated: 05:31 PM, 7 October 2021
ADVERTISEMENT
ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે રમુજ કર્યો હતો. અને કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે. એટલે નવા નવા આવ્યા હોય એટલે બધાને ઉત્સાહ પણ હોય. મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો.
ADVERTISEMENT
જેમ જેમ લાફા પડતાં જશે એમ ઠરતા જશે: CM ભૂપેન્દ્ર પટેલ
ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી, જે બાદ સંબોધન વખતે તેમની આગવી છટામાં એક નિવેદન આપ્યું હતું અને નવા મંત્રી મંડળને પ્રજા આવકાર આપે અને ભૂલ થાય તો લાફોમારવાની જગ્યાએ શીખવાડે તેવુ રમુજ કર્યું હતું. સીએમ પટેલના આ નિવેદન બાદ સભામાં હાસ્યની છોળો ઉડી હતી. તેમને વધુમાં કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે, આથી નવા હોય એટલે કામ કરવાનો ઉત્સાહ પણ વધુ હોય, અને કોઈ ભૂલ થાય તો લોકોના લાફા પડે એટલે ઠરી પણ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો, થોડી ભૂલ થાય તો રસ્તો બતાવશો.
અમે ચોક્કસ સફળ થઈશું: CM ભૂપેન્દ્ર પટેલ
મહત્વનું છે કે નવી સરકારમાં તમામ મંત્રીઑ પણ નવા છે અને થોડા બિન અનુભવી પણ છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા દિવસ થોડા અને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાર્યો છે જેમઆ ગુજરાતના તમામ મંત્રીઑની અગ્નિ પરીક્ષા થવાની છે. અને આથી જ લોકોના કામ વહેલી તકે ઝડપથી આટોપવા અનેક નિર્ણય સરકાર અને મંત્રીઑ દ્વારા લેવાઈ રહ્યા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે અમે ચોક્કસ સફળ થઈશું. કાઇ ભૂલ હોય તેને સુધારી આગળ વધીશું બસ લોકોનો આશીર્વાદની સતત જરૂર છે. સાથે જ તેમની સલાહને પણ ધ્યાને લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.