બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Statement of AAP leader Gopal Italia regarding water problem in Gujarat

વડોદરા / 'આઝાદીના અમૃત મહોત્સવના તાયફા બંધ કરો, લોકોને અમૃત નહીં પાણી આપો' : ઇટાલિયાના સરકાર પર પ્રહાર

Vishnu

Last Updated: 11:30 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ઉનાળાની શરૂઆત થઈ છે અને પીવાના પાણીની સમસ્યા વકરી, કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં પાણી માટે આંદોલન ન થયું હોય': ઈટાલિયા

  • રાજ્યમાં પાણીની સમસ્યાનો મામલો
  •  ગોપાલ ઈટાલિયાના સરકાર પર પ્રહાર
  • "લોકોને અમૃત નહીં પાણી આપો"

આકરાં ઉનાળાની ગરમીની વચ્ચે ભાવનગરમાં બોરતળાવમાં પ્રદુષિત પાણીથી લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આ પાણીના મુદ્દાને લઇ AAPના કાર્યકર્તા દ્વારા હોબાળો કરવામાં આવ્યો. AAPના કાર્યકર્તાઓએ  મેયરને પ્રદૂષિત પાણી આપીને રજૂઆત કરી. સમગ્ર હોબાળાને પગલે મેયરે ચેમ્બરથી ચાલતી પકડતા કાર્યકર્તાઓએ મેયરની ચેમ્બરમાં જ રામધૂન કરીને વિરોધ કર્યો.

આઝાદીના અમૃત મહોત્સવના તાયફા બંધ કરો : ગોપાલ ઈટાલિયા
રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ છે.ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે.ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, સરકારે આઝાદીના અમૃત મહોત્સવના તાયફા બંધ કરીને લોકોને પાણી આપવું જોઈએ.લોકોને અમૃત નહીં પરંતુ પાણી જોઈએ છે.ભાજપની સરકાર માનીતી કંપનીઓને પાણી આપે છે..જ્યારે જનતાને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.રાજ્યમાં કોઈ જિલ્લો બાકી નથી જ્યાં પાણી માટે આંદોલન ન થયું હોય.

પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી રહ્યું છે: સરકાર
ગત રોજ ઉનાળામાં પાણીની તંગીને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી રહ્યુ છે. પીવાના પાણી માટે કોઈ તકલીફ નહી પડે. જ્યારે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યુ હતું કે, જ્યાં પણ પાણીની જરૂરિયાત ઉભી થઈ છે તે તમામ જગ્યાએ નર્મદાની મુખ્ય નહેરથી પાણી પહોંચાડવામાં આવશે.

નર્મદા ડેમમાં પાણીનો કેટલો જથ્થો
ઉપરવાસ અને મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે.નર્મદા ડેમમાં પાણીની આવક થતા નર્મદા ડેમમાં હાલ 73 ટકા જેટલો પાણીનો જથ્થો નોંધાયો છે.ત્યારે નર્મદા જળ સંપત્તિ મંત્રી જીતુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને વપરાશ માટે પાણી આપવા સક્ષમ છે.જો કે, ડેમમાંથી કેટલું પાણી સિંચાઈ માટે અને કેટલું પાણી પીવા માટે આપવું તેનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે.આપને જણાવી દઈએ કે, નર્મદા ડેમમાં હાલ 1 હજાર 170 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.(20 એપ્રિલના આંકડા મુજબ)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ