બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / Statement given by CM Bhupendra Patel during Sneh Milan program in Vadodara and Panchmahal

ટકોર / 'કોઇને હરાવવાનો પ્રયાસ નથી કરવાનો...' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને જાણો કેમ આવું કહ્યું

Hiren

Last Updated: 10:57 PM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલ અને વડોદરામાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી કાર્યકર્તાઓ અને નેતાઓને સૂચન કર્યું હતું

  • સ્નેહમિલન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના નિવેદન
  • પદ મળ્યા બાદ નેતાઓએ કાર્યકર્તાઓને સાંભળવા જોઇએ
  • સાંસદ અને ધારાસભ્ય સાથે સંકલનમાં રહી એક સાથે માંગણી કરો

વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું હતું કે સારૂ કામ કરવાવાળા કાર્યકર્તાઓની જરૂર છે, કોઇને હરાવવાનો પ્રયાસ નથી કરવાનો પણ પણ બધી સીટો જીતવાનો પ્રયાસ કરવાનો છે, આમ કહી તેમણે સી આર પાટીલે 182 વિધાનસભાની બેઠકના આપેલા ટાર્ગેટને ટાંકી કહ્યું હતું કે 2022માં એક પણ સીટ ન જાય તેવું કામ કરવાનું છે, કાર્યકર્તાઓમાં મને રણછોડ દેખાય છે. ભાજપ એવી પાર્ટી છે કે ગમે તે કાર્યકર્તાનો નંબર લાગી જાય તેમાં મારો દાખલો તમે લઈ શકો છો. પદ મળ્યા બાદ નેતાઓએ કાર્યકર્તાઓને સાંભળવા જોઇએ તેવી સલાહ પણ ભાજપના મોટા નેતાઓને આપી હતી.

પંચમહાલમાં શું કહ્યું?
પંચમહાલ જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગોધરા ખાતે યોજાયો હતો.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં  કાર્યકરો ઊમટતા શામીયાણો પણ ટૂંકો પડ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિતીઓને સંબોધતા મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મુક્યો હતો.

સી.કે.રાઉલજી સામે હળવાશના મૂડમાં કટાક્ષ કર્યો
આ સાથે જ મુખ્યમંત્રીએ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં ખેડૂતો  સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અંગેની જાણકારી આપતાં જે અંગે બે દિવસમાં જાહેરાત કરવામાં આવશે એમ જણાવ્યું હતું.વધુમાં મુખ્યમંત્રીએ પોતાના ઉદબોધનના પ્રારંભે ધારાસભ્ય સી.કે રાઉલજીએ પંચમહાલ જિલ્લામાં સિંચાઈ સુવિધા અંગે પોતાના વક્તવ્ય દરમિયાન મકાઈ ડોડા બતાવ્યા હતા જે બાબત  હળવી મજાક સાથે સી.કે.રાઉલજીને વિરોધ કરવાની થોડી થોડી આદત છે એમ જણાવી જનમેદનીમાં  હાસ્ય રેલાવ્યું હતું.એવી જ રીતે પોતાના સ્વાગત ટાણે હાથમાં ચાંદીના કડા પહેરાવવામાં આવ્યા હતા જે બતાવી  જેઠાભાઇ ભરવાડનું જ કડું રહી ગયું અને બીજા નીકળી ગયા એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના  વધુમાં કાર્યકરોને તેમના વિસ્તારના બાકી કામો  અંગે સાંસદ અને ધારાસભ્ય સાથે સંકલનમાં રહી એક સાથે માંગણી કરવી એટલે એકસાથે કામ પુરા થઈ જાય એમ જણાવ્યું હતું.વધુમાં મુખ્યમંત્રીએ ઉદબોધન પ્રારંભે જ કાર્યકતા અને પદાધિકારીઓના સંબધ અંગે હળવી શૈલીમાં જાણકારી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ