State GST Department, arrest of Amit Devani of Porbandar
ભાવનગર /
SGST વિભાગની મોટી કાર્યવાહી: બોગસ બીલો થકી અમિત દેવાણીએ આચર્યું 29 કરોડનું કૌભાંડ, થઇ ધરપકડ
Team VTV11:03 PM, 01 Jan 22
| Updated: 08:40 AM, 02 Jan 22
નવા વર્ષની શરૂઆતમાં જ સ્ટેટ GST વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોરબંદરના અમિત દેવાણીની SGST વિભાગે ધરપકડ કરી છે
સ્ટેટ GST વિભાગની મોટી કાર્યવાહી
પોરબંદરના અમિત દેવાણીની SGST દ્વારા ધરપકડ
બોગસ બીલો થકી આચર્યુ હતુ કરોડોનુ કૌભાંડ
નવા વર્ષની શરૂઆતમાં જ સ્ટેટ GST વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોરબંદરના અમિત દેવાણીની SGST વિભાગે ધરપકડ કરી છે. અમિત દેવાણીએ બોગસ બિંલિગ થકી 42 કરોડના વેરા શાખ મેળવી 29 કરોડનું રિફંડ લીધું હતું અને કરોડોનું કૌભાંડ આચર્યું હતું. જે મામલે અગાઉ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી,ત્યારે આજે પોરબંદરના અમિત દેવાણીની ધરપકડ કરવામાં આવી છે.
પોરબંદરના અમિત દેવાણીની SGST દ્વારા ધરપકડ
ઉલ્લેખનિય છે કે મોડસ ઓપરેન્ડી મુજબ આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદ વ્યકિતઓના દરસ્તાવેજોનો ઉપયોગ કરી જી.એસ.ટી રજીસ્ટ્રેશન નંબર તેમજ ROC રજીસ્ટ્રેશન થકી ડમી કંપનીઓ ખોલવામાં આવેલી,આવી કંપનીઓ દ્રારા ખોટી વેરાશાખ મેળવી SEZ તેમજ નિકાસનાં વેચાણો દર્શાવી ખોટુ રીફંડ મેળવી કરોડોનું કૌભાંડ કરવામાં આવતું હતું.
અગાઉ આ જ કેસમાં 2 લોકોની થઇ છે ધરપકડ
આ કૌભાંડમાં સામેલ અમિત દેવાણીના પોરબંદરના રહેઠાણનાં સ્થળે તથા અન્ય સ્થળોમાં પણ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમિત દેવાણી વિરૂધ્ધના ઘણા પુરાવા મળતા અમિત દેવાણીનાં સ્થળેથી ૪ મોબાઇલ ફોન તથા હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા હતા. આ મોબાઇલમાં આ કૌભાંડને લગતા ડેટા મળી આવતા ગુનો નોંધાયો હતો. જે બાદ ગઈ કાલે અમિત રમણીકલાલ દેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આજે અમિત દેવાણીને કોર્ટમાં રજુ કરી આરોપીની પુછપરછ કરવા રિમાન્ડની માંગ કરી હતી. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.