બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 07:38 PM, 2 April 2022
ADVERTISEMENT
શ્રીલંકામાં શનિવારે 36 કલાકના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકામાં પહેલાથી જ હાલત ખરાબ થઈ છે. જેના નિવારણ માટે આ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવા સમયે રાષ્ટ્રપતિ, તેમના સંબંધીઓ અને તતેના સૌથી વિશ્વાસુ પૂજારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને દબાવવા માટે સૈનિકોને નવો પાવર આપવાની સાથે તૈનાત કરવામાં આવ્યા છે. દ્વીપીય દેશમાં શનિવારે સાંજે જ લોકડાઉન લાગૂ થઈ જશે અને તે સોમવાર સવાર સુધી ચાલુ રહેશે. પોલીસનું કહેવુ છે કે, આ સમયમાં ઈંધણ, ભોજન અને દવાની કમીને લઈને થનારા વ્યાપક સરકારી વિરોધ પ્રદર્શનથી નિવારણ આવશે.
રાષ્ટ્રપતિના ઘર પર હુમલો કર્યા બાદ લોકડાઉનની જાહેરાત
ADVERTISEMENT
લોકડાઉન લાગૂ કરવાનો આ આદેશ રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષે દ્વારા તેમના ઘર પર હુમલા બાદ જાહેર કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિના ઘર પર હુમલા બાદ તેમણે ઈમરજન્સી લગાવાના આદેશ આપ્યા હતા. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે, આવું સાર્વજનિક સુરક્ષાવ્યવસ્થાને લઈને કરવામાં આવ્યું છે. હકીકતમાં દેવાળીયા થવાની કગાર પર આવીને ઉભેલા શ્રીલંકામાં શનિવારે અનુરાધાપુર શહેરમાં એક મહિલાના ઘર તરફથી લોકોની ભીડ દોડવા લાગી હતી. કહેવાય છે કે, આ મહિલા રાષ્ટ્રપતિ રાજપક્ષેને સલાહ આપ્યા કરતી હતી. રાઈટ એક્ટિવિસ્ટ અને પૂર્વ વિપક્ષી સાંસદ હિરુનિકા પ્રેમચંદ્રના નેતૃત્વમાં ડઝનો મહિલાઓેના મંદિર અને આવાસ પર હુમલાઓ કરવામા આવ્યા પણ પોલીસે તેમને રોક્યા નહોતા.
શ્રીલંકાની અર્થવ્યવસ્થા પડી ભાંગી
કોરોના મહામારીએ પર્યટન પર નિર્ભર એવા શ્રીલંકાની કમર તો પહેલાથી તોડી નાખી છે. આ ઉપરાંત વિદેશોથી આવતા ભંડાર પણ બંધ થઈ ગયા છે. આ બંને દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વના કારણો છે. તો વળી અધિકારીઓએ વિદેશી મુદ્રાને બચાવવા માટે મોટા પાયે આયાત પ્રતિબંધ લગાવી દીધા છે. કેટલાય અર્થશાસ્ત્રીઓનું તો ત્યાં સુધી કહેવુ છે કે, સરકારની કુપ્રબંધન નીતિ, વર્ષોથી લેવાતી ઉધારી અને અયોગ્ય ટેક્સ કાપથી સંકટ વધારે થયું છે. શ્રીલંકામાં કર્ફયુ અને ઈમરજન્સીની જાહેરાત એવા સમયે થઈ છે, જ્યારે સોશિયલ મીડિયા પર રવિવારે વિરોધ પ્રદર્શન માટે લોકો તૈયાર થઈ રહ્યા હતા. એક પોસ્ટમાં તો ત્યાં સુધી કહેવાયુ હતું કે, ટિયર ગેસથી ડરવાનું નથી.
શ્રીલંકાની કપરી સ્થિતિ પર કેટલાય દેશોએ ચિંતા વ્યક્ત કરી
સામાન્ય દિવસોમાં શ્રીલંકાની સેના ફક્ત પોલીસ માટે સહાયકની ભૂમિકા ભજવી શકે છે. પણ ઈમરજન્સીની સ્થિતિમાં એકલા કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. તેમા નાગરિકોની ધરપકડ કરવાનો અધિકાર પણ સામેલ છે. અમેરિકી રાજદૂત જૂલી ચુંગે ચેતવણી આપી છે કે, શ્રીલંકાઈ લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર છે. આ લોકતાંત્રિક અભિવ્યક્તિ માટે ખાસ જરૂરી છે. બ્રિટેનના દૂતે પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે યુરોપિય સંઘ મિશને કહ્યું કે, આ શ્રીલંકાઈ અધિકારીઓએઅ તમામ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવા આગળ આવવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.