માહાત્મ્ય / સ્નાન, દાન, પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા ખૂબ પવિત્ર મહિનો એટલે મહા માસ

Spiritual importance of the maha maas do this things during the Month

આપણાં શાસ્ત્રોમાં પંચાંગનું ઘણું મહત્વ છે. તેમાં કાર્તિકી પંચાંગનું આપણે ત્યાં ભારે માહાત્મ્ય છે. કાર્તિકી પંચાંગ મુજબ વર્ષ દરમિયાન આવતા બાર માસમાં પ્રથમ માસ કારતક છે તો છેલ્લો માસ આસો છે. આ ક્રમ પ્રમાણે જોઈએ તો ચોથો માસ મહા માસ આવે છે. મહા માસ આવે એટલે ભગવાન શિવ યાદ આવે જ આવે. કારણ કે આ માસની વદ તેરશે મહાશિવરાત્રી આવે છે. જેને દરેક હિન્દુ ખૂબ શ્રદ્ધાપૂર્વક પોતાની સ્થિતિ પ્રમાણે ઊજવે છે. ચાલુ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ મહા વદ ચૌદશને રવિવાર તા.21 ફેબ્રુઆરી 2020ના રોજ આવે છે. આ સમય દરમિયાન ભગવાન શિવનું ષોડ્શોપચારે પૂજન કરવાથી શિવસાયુજ્ય મુક્તિ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ