બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Speculation of Union Cabinet reshuffle early in the New Year

રાજકારણ / મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળોથી ગુજરાતમાં હલચલ! આ બે દિગ્ગજ નેતાઓનું કદ વધે તેવા સંકેત

Malay

Last Updated: 11:15 AM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ અને તેના વિસ્તરણની અટકળો ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મકરસંક્રાંતિ બાદ અને બજેટ સત્રની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કેબિનેટમાં ફેરફાર કરી શકે છે. ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ રાજ્યનો ક્વોટા વધશે કે ઘટશે. તેના પર દરેકની નજર ટકેલી છે.

 

  • નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો 
  • જુલાઈ 2021માં ત્રણ નવા ચહેરાઓને સ્થાન મળ્યું
  • કેબિનેટ ફેરબદલમાં સી.આર પાટીલ બની શકે છે કેન્દ્રમાં મંત્રી 

નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે ગુજરાતમાં બેચેની છે. દરેકના મનમાં એ સવાલ છે કે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ કેન્દ્રમાં ગુજરાતનો દબદબો વધશે કે ઘટશે. જુલાઈ 2021માં જ્યારે મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ ફેરબદલ થઈ હતી, ત્યારે ત્રણ નવા ચહેરાઓને સ્થાન મળ્યું હતું. 

ગુજરાતમાંથી કુલ મંત્રીઓની સંખ્યા વધીને 6 થઈ હતી
ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાને પ્રથમ વખત મંત્રી પરિષદમાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાંથી કુલ મંત્રીઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરને ઉમેરી તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય કેન્દ્રીય મંત્રીમંડળમાં સાત મંત્રીઓ છે. એસ. જયશંકર ગુજરાતથી જ રાજ્યસભાના સભ્ય છે. આવી સ્થિતિમાં જ્યારે 2023માં મકરસંક્રાંતિ બાદ અને બજેટ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. તો દરેકની નજર તેના પર છે કે કેન્દ્રમાં ગુજરાતનો દબદબો વધશે કે ઘટશે. 

મોદી સરકારનો મોટો નિર્ણય: મફત રાશનની યોજના 6 મહિના માટે લંબાવી, કેબિનેટની  બેઠકમાં લેવાયો આ નિર્ણય | pm narendra modi convenes important cabinet  meeting will talk to ministers

ગુજરાતની મોટી જીતનું ઈનામ આ ફેરબદલમાં મળશે?
ગત ફેરબદલમાં મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પ્રમોટ થયા હતા અને તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. બંને હાલમાં રાજ્યસભાના સભ્ય છે. બંને પાટીદાર સમાજમાંથી આવે છે અને બંનેનો કાર્યકાળ એપ્રિલ 2024 સુધી છે. તો એસ. જયશંકરનો કાર્યકાળ ઓગસ્ટ, 2023 સુધીનો છે. આવી સ્થિતિમાં આ ત્રણેય મંત્રીઓની જગ્યા જાળવી રાખવાની આશાઓ છે. આ સિવાય અમિત શાહ સહિત અન્ય ચાર મંત્રીઓ સાંસદ છે. તો આવી સ્થિતિમાં સવાલ એ છે કે ગુજરાતની મોટી જીતનું ઈનામ આ ફેરબદલમાં મળશે?

શું CR પાટીલને મળશે પ્રમોશન?
ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલનું કદ વધવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. એવી ચર્ચા છે કે કેબિનેટ ફેરબદલમાં સી.આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બની શકે છે. ત્યારબાદ તેમને ચૂંટણી રાજ્યોના પ્રભારી પણ બનાવી શકાય છે. જો સી.આર.પાટીલ કેન્દ્રમાં મંત્રી બને તો સ્વાભાવિક છે કે કોઈના મંત્રી પદ પર પણ કાતર ચાલી શકે છે. બીજી ચર્ચા એ છે કે આગામી ફેરબદલમાં વિધાનસભાની ચૂંટણીવાળા રાજ્યોનું પ્રતિનિધિત્વ વધી શકે છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટક સહિત પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે. જો આ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ વધશે તો ગુજરાતમાં મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે.

C R Patil દ્વારા ભાજપના નવા સંગઠન માળખાની થીમ નક્કી, જુઓ કઈ પેટન્ટ પર મળશે  હોદ્દો | C R Patil bjp sangathan MLA MP no entry

તમામ 26 સીટો પર છે કબજો
ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે. તમામ 26 સીટો પર ભાજપનો કબજો છે. આવી સ્થિતિમાં એવી પણ ચર્ચા છે કે જો ફેરબદલમાં પાટીલ સામેલ નહીં થાય તો ગુજરાતમાંથી નવા ચહેરાને તક મળી શકે છે. કોઈ નવા સાંસદને લોટરી લાગી શકે છે અને જૂના મંત્રીની ખુરશી જઈ શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટો છે. જેમાંથી 8 ભાજપ પાસે છે જ્યારે ત્રણ સીટો કોંગ્રેસ પાસે છે. ભવિષ્યમાં આ ત્રણ સીટો પણ ભાજપ પાસે હશે, કારણ કે વિધાનસભામમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી છે, આવી સ્થિતિમાં તે આટલી સંખ્યાથી તે એક પણ સીટ  જીતી શકશે નહીં.

કેમ ચાલી રહી છે પાટીલના નામની ચર્ચા?
ગુજરાતમાં ભાજપની મોટી જીતમાં નવસારીના સાંસદ સીઆર પાટીલની મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે. પીએમ મોદીના પ્રભાવશાળી નેતૃત્વની વચ્ચે સી.આર પાટીલે પેજ કમિટીનો પ્રયોગ કર્યો જે એક બ્રહ્માસ્ત્ર સાબિત થયું. એટલા માટે ચર્ચા છે કે તેમને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તો બીજી ચર્ચા એવી છે કે સી.આર પાટીલ અને વિજય રૂપાણીને સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવશે. સીઆર પાટીલનો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જુલાઈ 2023 સુધીનો છે. આવા સંજોગોમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે ગુજરાતમાં બેચેની છે કે ગુજરાતનું વર્ચસ્વ વધશે કે ઘટશે. આનો જવાબ ઉત્તરાયણ પછી કેબિનેટ ફેરબદલમાં મળશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ