બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Speak up! CM Shivraj has become 'Prime Minister', you will be laughing like it happened in school

વીડિયો વાયરલ / લો બોલો ! CM શિવરાજ બની ગયા 'પ્રધાનમંત્રી', સ્કૂલમાં બન્યું એવું હસી હસીને ગોટે ચડી જશો

Vishal Khamar

Last Updated: 06:56 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્કૂલમાં બાળકોની વચ્ચે હાજર છે અને તેઓ સાથે રમ્યા.

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • શિવરાજસિંહે ક્લાસમાં બાળકોને ભણાવ્યા અને તેમની સાથે ક્રિકેટ પણ રમી
  • બાળકોએ સીએમ શિવરાજને 'પ્રાઈમ મિનિસ્ટર' કહીને બોલાવ્યા

 મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્કૂલમાં બાળકોની વચ્ચે હાજર છે અને ખૂબ હસી રહ્યાં છે. તેમની સાથે ઘણા અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. આજકાલ તેઓ અચાનક અલગ-અલગ જિલ્લાઓની મુલાકાતે છે.

મુખ્યમંત્રીએ બાળકોને ભણાવ્યા અને ક્રિકેટ રમ્યા
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 'મામા'ના નામથી પ્રખ્યાત છે. બાળકો તેમને પ્રેમથી 'મામા' કહીને બોલાવે છે. શિવરાજ જ્યારે પણ બાળકોને મળે છે ત્યારે તેઓ તેમની સાથે ભળી જાય છે. શિવરાજની આવી જ નવી સ્ટાઈલ મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં જોવા મળી હતી. નસરુલ્લાગંજ સ્થિત રાઇઝ સ્કૂલમાં પહોંચેલા સીએમ શિવરાજે ક્લાસમાં બાળકોને ભણાવ્યા અને તેમની સાથે ક્રિકેટ પણ રમી.

બાળકોએ શિવરાજસિંહને 'પ્રાઈમ મિનિસ્ટર' કહીને બોલાવ્યા
શિવરાજ જ્યારે બાળકોને ભણાવી રહ્યા હતા ત્યારે એવી ઘટના બની કે ત્યાં હાજર લોકો હસવા લાગ્યા. સ્કૂલના એક શિક્ષકે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ તરફ ઈશારો કરીને ક્લાસ રૂમમાં હાજર બાળકોને પૂછ્યું, શું તમે તેને ઓળખો છો? આના પર બાળકોએ કહ્યું કે હા, અમે તેમને ઓળખીએ છીએ. બાળકોએ સીએમ શિવરાજને 'પ્રાઈમ મિનિસ્ટર' કહીને બોલાવ્યા. બાળકોના મોઢેથી આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગ્યા.

શિવરાજસિંહે સ્કૂલનું નિરીક્ષણ કર્યું
બીજી તરફ બાળકો દ્વારા શિવરાજને પ્રધાનમંત્રી કહીને બોલાવતા શિક્ષકે પણ કહ્યું કે બાળકો ખૂબ જ મજાક કરે છે અને શિક્ષકે કહ્યું કે પછી બનશે પ્રધાનમંત્રી. ત્યારે બાળકોને મસ્તી મજાક કર્યા બાદ શિવરાજસિંહે સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું અને શિવરાજસિંહે શિક્ષકોને કહ્યું કે બાળકોને સારૂ શિક્ષણ આપવાનું કહ્યું હતું.

પુલ તેમજ રોડના કામનું પણ નિરીક્ષણ કર્યું
સ્કૂલની સાથે સાથે શિવરાજસિંહ ચૌહાણે જીલ્લામાં બની રહેલ પુલ તેમજ રોડ બની રહેલ જગ્યાની અચાનક મુલાકાત લીધી હતી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ખરાબ કામ કરનાર શખ્સને માફ કરવામાં આવશે નહી. જે લોકો ઈમાનદારીથી કામ કરે છે. તેમને અમારી સરકાર ઈનામ આપશે અને જે લોકો ગૌટાળા કરવાવાળા માણસો એમના ઘરે જઈને બેસી જાય. તેમને કામ કરવામાં મુશ્કેલ થઈ જશે. એટલે વિશેષ ધ્યાન રાખવું. તેમજ શિવરાજસિંહ ચૌહાણે ત્યાં કામ કરી રહેલ લોકો સાથે પણ વાતચીત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ