બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / spain new rule to set more temperature on ac 27 degree Celsius

હાય ગરમી! / AC 27 ડિગ્રીથી નીચે રાખવું નહીં આ દેશમાં કરી દેવાયું ફરજિયાત

MayurN

Last Updated: 01:51 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પેનમાં આ વર્ષે દેશમાં બે હીટ વેવ આવી ચૂક્યા છે અને અનેક દિવસોથી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર ત્યારે સરકારે એસી ચલાવવાના નવા કાયદાઓ બહાર પાડ્યા.

  • સ્પેનમાં તાપમાન 40 ડીગ્રીને પાર પહોચ્યું 
  • સરકારનું એસીનું ટેમ્પરેચર 27 ડીગ્રીથી વધુ રાખવા આદેશ
  • એનર્જી બચવવા માટે સરકારે આ નિર્ણયો લીધા

સ્પેન ઉનાળામાં સૌથી ગરમ યુરોપિયન દેશોમાંનો એક છે. આ વર્ષે દેશમાં બે હીટ વેવ આવી ચૂક્યા છે અને અનેક દિવસોથી તાપમાન ઘણીવાર 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તાપમાનમાં ફરી વધારો થવાની સંભાવના છે.

ભયંકર ગરમી
યુરોપ હાલ ભયંકર ગરમીનો સામનો કરી રહ્યું છે. ત્યાના ઘણા દેશોમાં તાપમાન 40 ડીગ્રીથી પણ વધુ જતું રહ્યું છે અને આ વર્ષે ત્યાં ઘણી વખત હીટવેવ પણ આવી ચુકી છે ત્યારે સરકારે ગ્લોબલ વોર્મિંગની આ સમસ્યા અને સાથે જ યુક્રેન રશિયા યુદ્ધના લીધે રશિયાથી આવતો ઓછો ગેસ પુરવઠોને પહોચી વળવા માટે સરકારે એક આદેશ જારી કર્યો છે. આ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાર્વજનિક સ્થળો પર એસી 27 ડિગ્રી કે તેથી વધુ સેટ કરવાનું  રહેશે, એટલે કે આ જગ્યાઓમાં એરપોર્ટ, દુકાનો, ઓફિસ, થિયેટર વગેરેનો સમાવેશ થાય છે. જ્યાં લોકો એસીનું ટેમ્પરેચર 27 ડીગ્રી કરતા ઓછું નહી રાખી શકે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ઘરના એસીનું પણ ટેમ્પરેચર 27 ડીગ્રી કે તેથી વધુ રાખવામાં આવે.

 

એસી વાતાવરણ ગરમ કરે છે
આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે ઉનાળાની ઋતુમાં, પછી તે વિંડો એસી હોય કે સ્પ્લિટ એસી, રૂમને ઠંડકથી ભરી દે છે. રૂમમાં શીતળતા ભરેલી હોય છે, પરંતુ જો તમે ક્યારેય એસીની બહાર ઊભા રહો તો તમને ખબર પડશે કે રૂમની અંદરની ગરમી બહાર તમારા એસી દ્વારા બહાર નીકળી જાય છે, જેના કારણે વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. તેથી જ તાપમાન વધી રહ્યું છે.

શિયાળામાં હીટર ચલાવવા કાયદો
વધુમાં તેમણે જણાવ્યું હતું જે શિયાળાની મોસમમાં હીટર ચલાવવા માટે પણ તમારે કાયદાનું પાલન કરવું પડશે અને આ ઋતુમાં તમે હીટરને 19 ડીગ્રી સેલ્સીયસથી વધુ તાપમાને ચલાવી નહી શકો. સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાત્રીના 10 વાગ્યા પછી દુકાનોમાં વિન્ડો લાઈટ પણ બંધ રાખવી જોઈએ જેથી વીજળીના વપરાશમાં ઘટાડો આવે ત્યારે આ નિયમ સ્ટ્રીટ લાઇટોમાં લાગુ નહી પડે.

રશિયા યુક્રેન યુદ્ધ અસર
થોડા સમયથી ચાલી રહેલ રશિયા અને યુક્રેનના યુદ્ધના લીધે વિશ્વના ઘણા દેશોએ રશિયા સાથે વેપાર કરવાની મનાય ફરમાવી છે ત્યારે યુરોપની ઉર્જાની ઘણી ખપત રશિયા પૂરું પાડે છે. ત્યારે સરકારે રશિયા પર વધુ નિર્ભર ન રહેવું પડે તે માટે લોકોને વધુ ઉર્જા ન વાપરવાની સલાહ આપી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ