બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / sow these plants on dhanteras to get auspicious results

વાસ્તુ ટિપ્સ / ધનતેરસથી દિવાળી વચ્ચે ઘરમાં અચૂક વાવો આ છોડ, થશે અઢળક ધન લાભ, માં લક્ષ્મી ક્યારેય નહીં છોડે સાથ

Khevna

Last Updated: 05:41 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસ તથા દિવાળીની વચ્ચે કોઈપણ દિવસે અમુક પ્રકારનાં છોડ ઘરમાં વાવવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થઈને શુભ ફળો અપાવે છે.

  • વાસ્તુ અનુસાર અમુક છોડ વાવવાથી મળે છે શુભ ફળ 
  • માં લક્ષ્મીની હંમેશા બની રહે છે કૃપા 
  • આર્થિક તકલીફો થાય છે દૂર 

 

વાસ્તુ શાસ્ત્રમાં છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરમાં છોડ વાવવાથી સકારાત્મક વાતાવરણ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા છોડ વિષે જણાવવામાં આવ્યું છે, જેમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. ધનતેરસથી લઈને દિવાળી સુધી કોઈપણ દિવસે ઘરમાં આમાંથી એક પણ છોડ વાવવાથી માં લક્ષ્મીનો સ્થિર વાસ થાય છે. આવો જાણીએ ઘરમાં સકારાત્મકતા વધારવા, સુખ - સમૃદ્ધિ અને ધન - ધાન્ય મેળવવા માટે ક્યા ક્યા છોડ વાવવા જોઈએ. 

કમળનું ફૂલ 
ધનની દેવી માં લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે. કહેવાય છે કે કમળનાં ફૂલનો સંબંધ માં લક્ષ્મી સાથે છે. વાસ્તુ અનુસાર, જો તેને ઘરમાં વાવવામાં આવે, તો માં લક્ષ્મીની કૃપા બની રહે છે. ઘરમાં સુખ - સમૃદ્ધિનો વાસ થાય છે. કમલનું ફૂલ જો ઘરના ઉત્તર - પૂર્વ, ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોય તો અત્યંત શુભ ફળો મળે છે. 

હિબિસ્કસ છોડ
વાસ્તુમાં હિબિસ્કસ છોડને પણ અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે હનુમાનજી અને માં દુર્ગાને નિયમિત રૂપથી હિબિસ્કસનું પુષ્પ અર્પિત કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે ઘરમાં વેલ વૃક્ષ લગાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને બધા જ સંકટ દૂર થાય છે. આવામાં ધનતેરસ અથવા દિવાળીનાં દિવસે આ છોડ વાવી શકાય છે. 

કેળાનું ઝાડ
હિંદુ ધર્મમાં કેળાનાં વૃક્ષનું પણ અત્યંત મહત્વ છે. માન્યતા છે કે કેળાનાં વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. માં લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે. આવામાં કેળાનું વૃક્ષ વાવવાથી શ્રી હરિની સાથે સાથે માં લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ અનુસાર, ઘરમાં ધનતેરસ અથવા દિવાળીનાં દિવસે જો આ વૃક્ષને વાવવામાં આવે, તો ઘર પર વિષ્ણુજીની કૃપા બની રહે છે. જીવનમાં કોઈ સંકટ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. 

તુલસીનો છોડ 
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. કહેવાય છે કે તુલસીનાં છોડમાં માં લક્ષ્મીનો વાસ છે. આવામાં જો ઘરમાં દિવાળી અથવા ધનતેરસનાં દિવસે તુલસીનો છોડ વાવવામાં આવે, તો ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે. જીવનમાં કોઈપણ વસ્તુની તંગીનો સામનો કરવો પડતો નથી. વ્યક્તિ સુખ - સુવિધાઓ સાથે જીવન જીવે છે. જણાવી દઈએ કે તુલસીના છોડને ઘરના દક્ષિણ ભાગમાં ન લગાવવો જોઈએ. 

 

મની પ્લાન્ટ 
વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટના છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે, પરંતુ મની પ્લાન્ટનાં શુભ પરિણામો ત્યારે જ સામે આવે છે, જ્યારે તેને સાચા દિવસે, સાચી દિશામાં વાવવામાં આવે. વાસ્તુનાં નિયમો અનુસાર, મની પ્લાન્ટને લગાવવાથી વ્યક્તિને લાભ થાય છે. કોઈ ખાસ અવસર પર આ છોડ લગાવવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ