southwest monsoon hits kerala imd yellow alert kerela weather heavy rain alert weather forecast today
આગમન /
કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદની વચ્ચે રાજ્યના 9 જિલ્લાઓમાં યલો એલર્ટ
Team VTV02:52 PM, 01 Jun 20
| Updated: 02:53 PM, 01 Jun 20
કેરળમાં ચોમાસની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોંચ્યું છે. આઈએમડીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ આનંદકુમાર શર્માએ સોમવારે જણાવ્યું હતું કે ચોમાસું આજે કેરળ પહોંચ્યું છે. લો પ્રેશરના કારણે 3-4 તારીખની વચ્ચે દાદરા નગર હવેલી, ઉત્તર કોંકણ, નોર્થ- મધ્ય મહારાષ્ટ્ર, દમણ દીવમાં ભારે વરસાદ પડશે. અહીં લોકોએ વધુ કાળજી લેવી પડશે.
કેરળ પહોંચ્યુ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન
કેરળમાં મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ
ચોમાસાની શરુઆત થઈ ગઈ
કેરળમાં ભારે વરસાદની વચ્ચે ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) રાજ્યના 9 જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
કેરળના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તિરુવનંતપુરમમાં દિવસનું તાપમાન 25 ડીગ્રી સુધી પહોંચી ગયું છે. કેરળ અને લક્ષદ્વીપના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.
Indian Meteorological Department has issued a yellow alert for nine districts of Kerala today - Thiruvananthapuram, Kollam, Pathanamthitta, Alappuzha, Kottayam, Ernakulam, Idukki, Malappuram and Kannur districts. https://t.co/C4LfSx4irs
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે શનિવારે આને ચોમાસા પહેલા થનારો વરસાદ ગણાવ્યો હતો. જ્યારે કે હવામાન આગાહી એજન્સી સ્કાયમેટે દાવો કર્યો હતો કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળના દરિયાકાંઠે એન્ટી કરી દીધી છે. જો કે, ભારતીય હવામાન વિભાગે સ્કાયમેટના દાવાને ફગાવી દેતા કહ્યું હતું કે હાલ આ પ્રકારની જાહેરાત કરવા માટે સંજોગો અનુકૂળ નથી.
ભારતીય હવામાન ખાતા (આઇએમડી) ના ડાયરેક્ટર મૃત્યુંજલ મહાપાત્રાએ રવિવારે કહ્યું હતુ કે ચોમાસુ હજી કેરળ પહોંચ્યું નથી. અમે તેનું નિયમિત નિરીક્ષણ કરી રહ્યા છીએ. 1 જૂને ચોમાસું કેરળમાં ત્રાટકવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું હતું કે આ વખતે ચોમાસું કેરળમાં મોડુ થશે. હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં આ વર્ષે ચોમાસું 5 જૂન સુધી આવી શકે છે.
સૌ પ્રથમ કેરળમાં આવે છે ચોમાસું
ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 4 મહિના ચાલે છે. સામાન્ય રીતે તે કેરળમાં પ્રથમ એન્ટ્રી કરે છે. આ પછી તે દેશમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા સમયે પહોંચે છે. ગયા વર્ષે ચોમાસું તેની નિયત તારીખના બે દિવસ પહેલા 18 મેના રોજ અંદમાન અને નિકોબાર પહોંચ્યું હતું. પરંતુ ધીમું થવાને કારણે કેરળ મોડું થયું હતુ. જ્યારે 19 જુલાઇએ આખા દેશમાં ચોમાસુ શરૂ થઈ ગયું હતુ. વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે.