બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Sourav ganguly statement on virat kohli's press conference

વિવાદ / ગાંગુલીથી રહેવાયું નહીં, વિરાટને આપ્યો એવો જવાબ કે કોહલી અને BCCI વચ્ચે મામલો ગરમાય તેવી શક્યતા

Kinjari

Last Updated: 05:04 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં વન ડે કપ્તાનીમાંથી હટાવવાને લઇને જે વાત કહી છે તેના પર BCCIએ સફાઇ આપી છે.

  • કોહલીની વાતનો દાદાએ આપ્યો જવાબ
  • BCCIએ આપી વિરાટની વાત પર સફાઇ
  • વિરાટને પહેલાથી જ જાણકારી આપવામાં આવી હતી

ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. વન ડે કપ્તાનીમાંથી હટાવવા પર વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોહલીએ નિવેદન આપ્યું કે તે વન ડે કપ્તાની છોડવા નહોતો માંગતો. સાથે જ તેણે ટી 20ને લઇને પણ નિવેદન આપ્યું હતું. જેના પર BCCIએ જવાબ આપ્યો છે. 

કોહલી આવું ન કહી શકે
BCCIએ કહ્યું કે વિરાટ આવું કહી જ ન શકે કે તેને કપ્તાનીમાંથી હટાવવાની જાણકારી નહોતી આપવામાં આવી. અમે વિરાટ સાથે સપ્ટેમ્બરમાં વાત કરી હતી અને તેને ટી 20ની કપ્તાની છોડવા માટે ના કહી હતી. 

BCCI તરફથી કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીએ જ્યારે જાતે ટી20ની કપ્તાની છોડી ત્યારે વ્હાઇટ બોલ ક્રિકેટમાં 2 કેપ્ટન રાખવું આસાન નહોતું. સાથે જ વિરાટ કોહલીને જ્યારે વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો ત્યારે ચીફ સિલેક્ટર ચેતન શર્માએ વિરાટને ફોન કરીને જાણકારી આપી હતી. 

અફવાઓ ખોટી
કોહલીએ કહ્યું કે સાઉથ આફ્રીકામાં તે વન ડે રમવા માટે તૈયાર છે. મારા વિશે જે સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે તે ખોટા છે. મારી સાથે સિલેક્ટર્સની કોઇ વાત થઇ નથી. 

અચાનક ખબર પડી કે હું કેપ્ટન..
વિરાટે કહ્યું કે, તે વન ડેની કપ્તાની કરવા માંગતો હતો પરંતુ સિલેક્ટર્સે તેને અચાનક કહી દીધું કે તે હવેથી કપ્તાન નથી. જે બાદ મારી સિલેક્ટર્સ સાથે કોઇ વાત થઇ નથી. જ્યારે મે ટી20ની કપ્તાની છોડી ત્યારે તેમને કહ્યું હતુ કે હું વન ડે અને ટેસ્ટમાં કપ્તાની કરવા ઇચ્છુક છુ પરંતુ જે નિર્ણય આવ્યો તે તમારી સામે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ