બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / sourav ganguly become chairman of ICC men's cricket committee

સ્પોર્ટ્સ / ICCમાં 'દાદા'નો દબદબો: ગાંગુલીને મળ્યું આ મોટું પદ, જાણીને તમે પણ કહેશો વાહ

Kinjari

Last Updated: 03:28 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ICCમાં મોટું પદ આપવામાં આવ્યું છે. ગાંગુલીને ICC પુરુષ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

  • BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને મળ્યું મોટુ પદ
  • ICCમાં દાદાને બનાવાયા ચેરમેન
  • પહેલા આ પદ અનિલ કુંબલે પાસે હતું

ICCએ બુધવારે આ જાણકારી આપી છે. ગાંગુલી પોતાના પૂર્વ સાથી અને ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેની જગ્યા લેશે જે 3 વાર 3 વખતની સમયસીમા સુધી જવાબદારી સંભાળ્યા બાદ આ પદથી હટી ગયો છે. ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે કહ્યું, મને ICC પુરુષ ક્રિકેટ સમિતિના ચેરમેન પદ તરીકે સૌરવનું સ્વાગત કરવામાં પ્રસન્નતા થઇ રહી છે. 

ગાંગુલીને મળ્યું મોટુ પદ
ગ્રેગ બાર્કલે કહ્યું, દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે અને પ્રશાસકના સ્વરૂપે સૌરવના અનુભવથી ભવિષ્યમાં ક્રિકેટના નિર્ણયો લેવામાં મદદ મળશે. હું અનિલ કુંબલેને છેલ્લા 9 વર્ષમાં નેતૃત્વ કરવાની તેની ઉત્કૃષ્ટ ક્ષમતા, નિયમિતપણે અને સતત DRSનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય મેચોમાં સુધારો કરવા અને શંકાસ્પદ બોલિંગ એક્શનનો સામનો કરવા માટે મજબૂત પ્રક્રિયાઓ અપનાવવા બદલ આભાર માનું છું." 

દાદાનો શાનદાર રેકોર્ડ
સ્ટાઇલિશ લેફ્ટી બેટર સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટ મેચોમાં 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા, જેમાં 16 સદી અને 35 અડધી સદી સામેલ છે. તે જ સમયે, 311 વનડેમાં તેણે 41.02ની એવરેજથી 11363 રન બનાવ્યા, જેમાં 22 સદી અને 72 અડધી સદી સામેલ છે. ગાંગુલી ટીમને એવા મુકામ પર લઈ ગયો જે જાણતી હતી કે માત્ર દેશમાં જ નહીં, દેશની બહાર પણ કેવી રીતે જીતવું.

ગાંગુલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 1983 બાદ 2003માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. ગાંગુલીની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2001 (શ્રીલંકા) અને 2003 વર્લ્ડ કપ (દક્ષિણ આફ્રિકા)ની ફાઇનલમાં પહોંચી હતી. આ સિવાય ભારતે 2002માં ઈંગ્લેન્ડ સામે નેટ વેસ્ટ સિરીઝ જીતી હતી, ત્યારબાદ તેણે લોર્ડ્સની બાલ્કનીમાં પોતાનો શર્ટ ઉતાર્યો હતો તે ઘટના ખુબ જ વાયરલ થઇ હતી. આજે પણ જ્યારે દાદાની વાત આવે ત્યારે આ ઘટના યાદ આવે જ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ