બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Sonia Gandhi In Hospital Due To Covid Issues, Party Says Condition Stable

મહામારી / કોરોના સંક્રમિત સોનિયા ગાંધીની તબિયત બગડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો લેટેસ્ટ અપડેટ

Hiralal

Last Updated: 03:08 PM, 12 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના સંબંધિત તકલીફો વધતા તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની કોરોના તકલીફ વધી
  • દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા
  • હાલમાં તબિયત સારી- રણદીપ સુરજેવાલાએ કહ્યું 

સોનિયા ગાંધીની તબિયત બગડી છે. તેઓ કોરોના સંક્રમિત છે અને હજુ સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો નથી. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ સોનિયા અને રાહુલ ગાંધીને 23 જૂને નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા તેઓ 8 જૂને હાજર થવાના હતા, પરંતુ કોરોનાના કારણે આ ડેડલાઈન વધારવામાં આવી છે.

રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને શું કહ્યું
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના સંબંધિત તકલીફોને કારણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં તેમની તબિયત સારી છે અને તેમને દેખરેખ  માટે હોસ્પિટલમાં રાખવામાં આવશે. સોનિયા ગાંધીને સાજા થવાની શુભેચ્છા પાઠવનાર અને તેમની તબિયતની ચિંતા કરનાર કોંગ્રેસના તમામ મહિલા અને પુરુષ કાર્યકરોનો અમે આભાર માનીએ છીએ. 

સોનિયાને 2 જૂને થયો હતો કોરોના
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીને 2 જૂને કોરોના થયો હતો ત્યારે સુરજેવાલાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. કોરોના પોઝિટીવ થવાની સાથે સાથે તેમને હળવો તાવ પણ આવ્યો હતો. સાથે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો પણ જોવા મળ્યાં હતા. ત્યાર બાદ તેઓ આઈસોલેટ થયા હતા અને ડોક્ટરોની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી હતી. 

સોનિયા-રાહુલને ઈડીનું સમન મળ્યું છે 
ઉલ્લેખનીય છે કે ઈડીએ 23 જૂનના દિવસે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે સોનિયા અને રાહુલ ગાંધીને સમન પાઠવ્યું છે. આ પહેલા તેમણએ 8 જૂને રજૂ થવાનું હતું પરંતુ કોરોનાને કારણે તેમના હાજર થવાનો સમય આગળ વધારી દેવાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ