બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / Sonali Phogat was forced to drink drugs, Goa Police Reveled

CCTV VIDEO / સોનાલી ફોગાટને ડ્રિન્કમાં જબરદસ્તી અપાયું હતું ડ્રગ્સ, ગોવા પોલીસે કર્યો ધડાકો, મૃત્યુની પહેલાંનો VIDEO આવ્યો સામે

Megha

Last Updated: 04:56 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવા પોલીસે જણાવ્યું હતું કે સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.

  • સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું
  • સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
  • પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીની નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું એ બાબતે હાલ પોલીસે ઘણા મોટા ખુલાસા કર્યા છે. કથિત રીતે સોનાલીના મૃત્યુના કેસના સંદર્ભમાં ગોવા પોલીસે તેના બે સહયોગીઓ પાસે આખી રાત પૂછપરછ કરી હતી અને એ દરમિયાન સોનાલી ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ગોવા પોલીસે જણાવ્યું હતું કે સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને મિત્ર સુખવિંદર વાસીએ પોલીસની પૂછપરછ દરમિયાન સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપ્યાની કબૂલાત કરી હતી. 

પોલીસે કર્યો ખુલાસો
પોલીસે જણાવ્યું હતું કે, 'જ્યાં જ્યાં  સુધીર સાંગવાન અને સુખવિંદર વાસી સોનાલીને લઈ ગયા હતા એ દરેક જગ્યાને સીસીટીવી ફૂટેજ અમે નિકાળી અને એ સીસીટિવમાં સામે આવ્યું હતું કે ઘણા લોકો પાર્ટી કરી રહ્યા છે એ સમયે સોનાલીને ડ્રિંકમાં કશું ભેળવીને આપવામાં આવ્યું હતું અને એ વિડીયો જોયા પછી પૂછપરછ કરતાં એમને કબૂલાત કરી હતી કે સોનાલીને બળજબરીથી ડ્રિંક્સમાં ભેળવીને ડ્રગ્સ આપ્યું હતું.'

પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. પોલીસ હોટલ સ્ટાફની સાથે અન્ય લોકોની પૂછપરછ કરી હતી. સાથે પોલીસ આ દિવસોમાં સોનાલી કોને કોને મળી હતી અને તે કયા હેતુથી ગોવા પહોંચી હતી તેની માહિતી એકત્ર કરવામાં પણ વ્યસ્ત છે.

અચાનક નિધન પર સવાલ
સોનાલી ફોગાટે 2019માં હરિયાણા ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પર આદમપૂરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. આ સાથે જ તે રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું અને એ પછી ઘણા લોકો એમના અચાનક નિધન પર સવાલ ઉઠાવી રહ્યા હતા. 

આ VIDEO ના આધારે ખૂલ્યા રાજ: 

ફોન પર કરી વાત 
નિધન પહેલા મા સાથે ફોનમાં વાત કરતાં સમયે સોનાલીએ કહ્યું હતું કે, 'મારા ખાવામાં કોઈ ગડબડ લાગી રહી છે અને તેને કારણે મારા શરીરમાં પણ ગડબડ થતી હોય એવું લાગે છે. જાણે કોઈએ મારા પર કશું કર્યું હોય એવું લાગે છે.' 

ગોવામાં હાર્ટ અટેકનાં કારણે ગુમાવ્યો જીવ 
મૃત્યુનાં થોડા સમય પહેલા સોનાલી ફોગાટે પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. સાથે જ ટ્વિટર અકાઉન્ટ પર પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ બદલી હતી. તમને જણાવી દઈએ કે સોનાલી ફોગાટ પોતાના થોડા સ્ટાફ મેમ્બર સાથે 22-25 તારીખ સુધી ગોવા ટુર પર ગઈ હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ