બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Son kills mother in Bavvapipaliya village in Jetpur, Rajkot

જેતપુર / 'બહુ મોડી રાત થઇ ગઇ છે TV બંધ કરીને સુઈ જા' : માતાએ પૌત્રને ટકોર કરતા રાક્ષસ દીકરાએ જનેતાની કરી નાખી હત્યા

Vishnu

Last Updated: 03:46 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાવવાપીપળીયા ગામમાં પૌત્રને TV જોવાની મનાઈ કરતા ઉશ્કેરાયેલા પુત્ર અનુ માથાસૂરિયા નામના શખ્સે માથાના ભાગે લાકડાના ફટકા મારી પોતાની માતાની હત્યા કરી નાખી

  • રાજકોટના જેતપુરમાં ચકચાર મચાવતી ઘટના 
  • પુત્રએ કરી માતાની ઘાતકી હત્યા
  • પૌત્રને TV જોવાની મનાઈ કરતાં પુત્રએ કરી માતાની હત્યા

રાજકોટના જેતપુરમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં પુત્રએ જ માતાની હત્યા કરી હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. બાવવાપીપળીયા ગામની આ ઘટના છે.જેમાં નજીવી બાબતે પુત્રએ માતાની હત્યાને અંજામ આપ્યો હતો. પૌત્રને TV જોવાની મનાઈ કરતા ઉશ્કેરાતા પુત્ર અનુ માથાસૂરિયા નામના શખ્સે માથાના ભાગે લાકડાના ફટકા મારી પોતાની માતાની હત્યાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને હત્યારા પુત્ર વિરુદ્ધ કાર્યવાહી હાથધરી છે.

નજીવી બાબતમાં લીધો જનનીનો જીવ |
ઉપર જોવા મળતો આ છે જેતપુરના બાવવાપીપળીયા ગામના રહેવાસી અનુભાઈ નાનજીભાઈ માથાસુરીયા, અને તેણે તેમની માતાની હત્યા કરી નાખી છે, 2 દિવસ પહેલા રાત્રે તેમણે તેની માતાને લાકડાના ધોકા વડે માથા અને શરીરમાં આડેધડ માર્યા અને ગંભીર રીતે ઘાયલ  હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેની માતા ચંપાબેનનું મોત નીપજ્યું હતું, જેતપુર પોલીસે ચંપાબેન ના દીકરા અનુને ઘરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, 

દીકરાએ માતાને મારી મોત ને ઘાટ ઉતારી
2 દિવસ પહેલા રાત્રિની ઘટના છે, એવું કંઈક બન્યું અને દીકરો અનુ તેની માતા ચંપાબેન ને ધોકા વડે આડેધડ માર મારવા લાગ્યો, અને તે ભૂલી ગયો હતો કે તે તેની માતાને માર મારી રહ્યો છે તે એક રાક્ષક બની ગયો હતો,ઘટનાની રાત્રે નરાધમ અનુના દીકરા સાથે બાળકો મોડે સુધી TV જોઈ રહ્યા હતા, અને લગભગ 2 વાગ્યા જેવું થઈ ગયું હતી ત્યારે સતત TV જોતા પૌત્ર ને TV બંધ કરવા મૃતક દાદીએ ઠપકો આપતા કહ્યું કે મોડી રાત્રિ થઈ ગઈ છે અનેં TV નો અવાજ બંધ કરી  સુઈ જાવ, મૃતકે પૌત્રને આ વાત કરતાં જ હત્યારો પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો. અને ધોકા વડે પોતાની માતાને ફટકા મારી દીધા હતા. જે બાદ તાત્કાલિક રાતો રાત માતાને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

કોણ છે હત્યારો પુત્ર અનુ નાનજીભાઈ માથાસૂરિયા
હત્યારો જેતપુર તાલુકાના બાવાપીપળીયા ગામમાં રહે છે, અને તે બે સંતાનો નો પિતા છે, એક પુત્ર અને એક પુત્રીનો પિતા છે, સાથે તેની માતા પણ રહેતો હતો આખું કુટુંબ મજૂરી કરી ને ગુજરાન ચલાવે છે. નાની વાતમાં ગુસ્સામાં કરેલી હત્યા બાદ હત્યારો જેલ ભેગો થયો છે. જેથી હવે 2 બાળકો એ પિતાની છત્ર છાયા પણ ગુમાવી છે

સામાજિક અધઃ પતન
હાલની પરિસ્થિતિમાં રોજે રોજ એવા સમાચાર આવી રહ્યા છે જેમાં એક બાપના દીકરી ઉપર અત્યાચાર, પત્ની નો પતિ ઉપર અત્યાચાર, પતિની પત્ની ની હત્યા અને હવે એક પુત્રના હાથે માતાની હત્યા રોજે રોજ બનતી આવી ઘટના એ સમાજ માટે લાલ બત્તી સમાન છે, જે બતાવે છે કે સમાજ અધઃપતન તરફ જઈ રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ