બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Somnath national love wonderful combination of Piety and Patriotism

ઉજવણી / રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયુ યાત્રાધામ સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગમાં ધર્મભક્તિ અને દેશભક્તિનો અદભૂત સમન્વય

Kishor

Last Updated: 08:33 PM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ધર્મભક્તિ અને દેશભક્તિનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. જેનો લ્હાવો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

  • સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં ગર્વભેર લહેરાતા તિરંગા
  • સોમનાથ યાત્રાધામ બન્યું ભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ 
  • હર ઘર તિરંગા અભિયાનને લગતા આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવાયા

સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ યાત્રાધામમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને આત્મસાત કરવામાં આવ્યું છે. સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં દરેક ભવન પર તિરંગો લેહરાઈ રહ્યો છે. ધર્મ ભક્તિ અર્થે આવતા તમામ યાત્રિકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. હર ઘર તિરંગા ઝુંબેશ દ્વારા દરેક ભારતીય તિરંગા દ્વારા અભૂતપૂર્વ એકતાના તાંતણે જોડાયા છે. આઝાદીના આ મહાન પર્વ નિમિત્તે સોમનાથ યાત્રાધામ પણ ભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું છે. વધુમાં શ્રધ્ધાળુઓને ખાસ તિરંગુ તિલક કરવામાં આવી રહ્યું છે.



સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહુવિધ કાર્યક્રમનું ખાસ આયોજન 
  
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સોમનાથમાં શ્રદ્ધાળુઓને દેશભક્તિનો અનુભવ કરાવવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહુવિધ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને 3d લાઇટિંગની મદદથી તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે. સોમનાથના ધ્વજથી માંડીને મુખ્ય શિખર કેસરી રંગની, મધ્ય ભાગમાં સફેદ, અને પ્રવેશદ્વાર અને નીચેના ભાગને લીલા રંગની રોશનીથી  પ્રકાશિત કરાયો છે, જેના કારણે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને ધર્મની સાથે દેશભક્તિની અનુભૂતિ થાય છે.

સોમનાથ સમુદ્ર દર્શન વોકવે પર વિશાળ ત્રિરંગા લગાવવામાં આવ્યા

આ સાથે સોમનાથ ટ્રસ્ટની તમામ ઈમારતો અને ગેસ્ટ હાઉસ પર દેશનો તિરંગો ગર્વભેર લહેરાવવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગા અભિયાનને લગતા આકર્ષક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સોમનાથ સમુદ્ર દર્શન વોકવે પર વિશાળ ત્રિરંગા લગાવવામાં આવ્યા છે, જેમાં ત્રિરંગાઓની મધ્યમાં તિરંગા રંગે જય સોમનાથ લખવામાં આવ્યું છે. જેના કારણે આ સ્થળ પ્રવાસીઓમાં સૌથી પ્રખ્યાત સેલ્ફી પોઈન્ટ બન્યુ છે.સોમનાથ ટ્રસ્ટ તરફથી તમામ કર્મચારીઓને તિરંગા આપવામાં આવ્યા છે, જેને કર્મચારીઓ તેમના ઘરે લહેરાવી શકશે. તમામ કર્મચારીઓ ત્રિરંગો લહેરાવીને પોતાની સેલ્ફી લેશે અને ટ્રસ્ટને આપશે, જેમાંથી એક મોટો ફોટો કોલાજ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવશે. ટ્રસ્ટના આ કાર્યોને કારણે સોમનાથ તીર્થમાં દેશભક્તિ સાથે દેશભક્તિનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ