બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SOG catches newborn baby selling scam in Kheda's Nadiad, arrests 4 accused women

કૂખનો સોદો / નડિયાદમાં નવજાત બાળકોના વેપલાનો પર્દાફાશ, મોડસ ઓપરેન્ડી જાણી પોલીસનો પણ પરસેવો છૂટયો

Vishnu

Last Updated: 06:14 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના નડિયાદમાં નાણાંકીય ભીડવાળી મહિલાઓને ફસાવી નવજાત બાળકોને વેચી દેવાતા, માતાને થોડી રકમ આપી બીજી રકમ દલાલ મહિલાઓ ચાઉ કરી જતી.

નવજાત બાળકોને વેચી દેવાનું કૌભાંડ
ખેડા SOGએ નવજાત બાળક સાથે 4 મહિલાની ધરપકડ
નાણાંકીય ભીડવાળી મહિલાઓને ફસાવી કરાતી હતી માનવ તસ્કરી

ખેડાજિલ્લાના નડિયાદમાં નવજાત જન્મેલા બાળકોને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ છટકું ગોઠવી ડમી ગ્રાહક બની નાના બાળકોના ચાલતા વેપલાને ઉઘાડો પાડ્યો છે. જેમાં માતા સાથે 4 મહિલા બાળકને વેચવા આવાત રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. સમગ્ર કૌભાંડમાં નજીવી રકમમાં બાળક લઇ ઉંચી કિંમતે વેચવામાં આવતું હતું જે માટે  પરપ્રાંતમાંથી ગરીબ મહિલાઓને નડિયાદ લાવી ડિલિવરી કરાવવામાં આવતી હતી. જે પછી થોડા સમય બાદ બાળકને ઊચી કિમતે બાળકોના દલાલોને પધરાવી દેવામાં આવતું હતું. 

પોલીસે ડમી ગ્રાહક બની રંગેહાથ ઝડપી 
નવજાત બાળકના વેપલાની જાણકારી પોલીસને મળતા જ આ માટેની તૈયારી કરી આરોપીને પકડવા પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસ ડમી ગ્રાહક બની નવજાત બાળક લેવા આરોપી મહિલાઓનો કોન્ટેક્ટ કર્યો હતો. બાતમીના આધારે ખેડા SOGએ મહિલા PSI આર.ડી.ચૌધરી અને અન્ય બે મહિલા કોન્સ્ટેબલની મદદ લીધી હતી. મહિલા PSI ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો કોન્ટેક્ટ કર્યો હતો. આ દરમિયાન માયાબેનની સાથે અન્ય મોનિકા મહેશ શાહ, પુષ્પા સંદીપ પટેલિયા પણ હાજર હતી. આ પછી ડમી માતા બની ગયેલી મહિલા PSIએ તેને એક બાળક જોઈએ છે એવી વાત કરતાં આ ત્રણેય મહિલાએ થોડીવાર લાગશે તેમ કહી દૂર જઈ વાતો કરતી હતી જે બાદ બાળકનો 6 લાખમાં સોદો થયો હતો. જ્યારે બાળક સાથે માતા અને 4 આરોપીઓ સોદો પાડવા આવો ત્યારે ડમી ગ્રાહક બનેલા પોલીસે રંગેહાથે ઝડપી પાડી હતી 

પરપ્રાંતિય ગરીબ મહિલાને ફોસલાવી ગર્ભ ધારણ કરાવવામાં આવતું
પ્રાથમિક માહિતી અનુસાર સમગ્ર નવજાત બાળકની તસ્કરીમાં પરપ્રાંતિય ગર્ભ ધારણ કરેલી ગરીબ મહિલાને પસંદ કરવામાં આવતી હતી, જો ગર્ભ ધારણ ન કરેલો હોય તો ગર્ભ ધારણ કરાવી બાળક આપવા માટે થોડા રૂપિયા આપી તેણે છૂટી કરી દેવામાં આવતી હતી અને બીજા મહિલાને ફોસલાવવાનો કારસો રચવામાં આવાતો હતો. આરોપી મહિલાઓ ગરીબ મહિલાઓને લાવી ડિલિવરી કરાવતી હતી. ત્યાર બાદ તેને અમુક રકમ આપી બાળક મેળવી લેતી અને અહીં તેને મેળવવા ઈચ્છતા લોકો પાસેથી ઊંચી કિંમત લઈ તેનું વેચાણ કરતી હતી. 

પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા

  •  બાળકની માતા પાસેથી આરોપી મહિલાઓ 1.50 લાખમાં સોદો કર્યો હતો
  •  1.50 લાખ લીધેલું બાળક 6 લાખમાં ગ્રાહકને વેચવામાં આવતું
  •  માતા મૂળ નાગપુરની હતી હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટલમાં રોકાઈ હતી
  •  માતાનું નામ રાધિકા ગેડામ છે જેને રૂપિયાની લાલચે કૂખનો સોદો કર્યો
  •   બાળકોને ઊંચી કિંમતમાં એજન્ટો થ્રુ વેચવામાં આવતું
  •   નડિયાદ પુરતું આ રેક્ટ ન હોવાનો પોલીસને શક, વધુ નામો બહાર આવશે
  •  માયા લાલજી દાબલા (મુખ્ય),  મોનિકા મહેશ શાહ, પુષ્પા સંદીપ પટેલિયા નામની મહિલા આરોપીની ધરપકડ
  • પોલીસે IPCની કલમો 511,  144, 370, 120B મુજબ ગુનો નોંધ્યો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ